BANASKANTHAGUJARATPALANPUR
શ્રી બનાસકાંઠા આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જી.બી પવાયા અને શ્રીમતી પી.એસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુરની એન.એસ.એસ વાર્ષિક શિબિરનું ઉદઘાટન

18 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રીમતી જી. બી. પવાયા & શ્રીમતી પી. એસ. પવાયા સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ગામ મેરવાડા મુકામે પ્રાથમિક શાળામાં ખાસ એનએસએસ શિબિરનું આયોજન તા. 17/02/25 થી 23/02/25 દરમિયાન કરેલ છે. જેના ઉદ્દઘાટન કાર્યક્રમમાં મેરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ભગવાનભાઈ પ્રજાપતિ, ગામના આગેવાનો મુળજીભાઈ ગલબાભાઈ ગોળ, ભીખાભાઈ હાથીભાઈ મોર, દિલીપભાઈ રામજીભાઈ કરેણ તેમજ ગામના ઉત્સાહી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિરજીભાઈ આર. ચૌધરી અને અંજનાબેન પી. મેવાડા તથા સાયન્સ કોલેજ પાલનપુર ના પ્રોફેસર સૃષ્ટિ બેન અને એનએસએસના સ્વયંસેવકો તથા મેરવાડા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મળીને મેરવાડા પ્રાથમિક શાળામાં એનએસએસ શિબિર નો ઉદ્ઘાટન સમારોહ યોજયો હતો.




