MORBi: મોરબી મચ્છુ નદીમાં કચરો અને કોલસી ઠલવાતા પર્યાવરણ ને નુકસાન!

MORBi: મોરબી મચ્છુ નદીમાં કચરો અને કોલસી ઠલવાતા પર્યાવરણ ને નુકસાન!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં ઘણા સમયથી પ્રદુષણ ફેલાય રહ્યા અંગે ની લોક ફરીયાદ ઉઠી છે તો ઘણી જગ્યાએ કેમીકલયુકત પ્રદુષિત પાણી કોઈને કોઈ જળ સ્ત્રોતમાં વહેતું મૂકી દેવામાં આવે છે એના કારણે નદીનાડાના પાણી પ્રદૂષિત થઈ જાય છે અને આવી જ એક ઘટના મોરબીના સામા કાંઠા વિસ્તારમાં ભડીયાદ ગામ નજીક નદીમાં કોલસા જેવી પ્રદૂષિત વસ્તુઓ ફેંકીને પાણીને પ્રદૂષિત કર્યો હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી છે મોરબી ની ઉપરવાસમાં આવેલા મચ્છુ-૨ ડેમથી હેઠવાસના ભાગમાં મચ્છુ નદીની અંદર કચરો તથા કોલસી ઠલવાતી હોવાથી નદીના પાણીના વહેણને અવરોધ ઉભો થઈ રહ્યો હોય આ બાબતે ભડિયાતના નાગરિક દ્વારામચ્છુ-૨ સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, કલેક્ટર અને કમિશ્નર સહિતનાને લેખિત રજૂઆત કરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ ભડિયાદની સીમ વિસ્તારમાં આવેલ મચ્છુ નદીના અંદરના ભાગમાં કોઈ અજણ્યા માણસો દ્વારા મચ્છુ-૨ ડેમથી મોરબી બાજુના બેઠવાસના ભાગમાં નદીની અંદર નદીના પાણીના વહેણને અવરોધ થાય તેમ કચરો અને કોલસી ઠાલવે છે. જેના કારણે સરકારી મિલકતને નુકસાન થાય છે તેમજ પાણી પ્રદુષિત બને છે ત્યારે કોઈ કુદરતી દુર્ઘટના થાય તેમ હોય આ બાબતે કચરો ઠલવવાની કાર્યવાહી તાત્કાલિક બંધ કરાવવા તથા જરૂરી કાર્વયાહી કરવા જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરવામાં આવી છે. અહીં એ વાત જણાવી દઈએ કે નદી નાં કાંઠા થી પચાસ મીટર સુધી કોઈ પણ પ્રકારના બાંધકામ થઈ શકે નહીં તેમ છતાં લીલાપર ગામ પાસે નદી બુરીને પાકું બાંધકામ કરવામાં આવ્યું છે તેમજ નદી કિનારે બહું મોટી પેશકદમી કરવામાં આવી છે. આ ઉપરાંત નાની મોટી કેનાલ માં દબાણ વધી ગયાં છે. સિંચાઇ વિભાગ જવાબદાર અધિકારીઓ ક્યાં ઉંધે છે તે ખબર પડતી નથી.










