GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં કારખાનામાં મશીન રિપેર કરતા પ્રોઢ વેપારી બ્લેડ નીચે આવી જતા મોત નિપજ્યું 

 

MORBI:મોરબીમાં કારખાનામાં મશીન રિપેર કરતા પ્રોઢ વેપારી બ્લેડ નીચે આવી જતા મોત નિપજ્યું 

 

મોરબી: મોરબીના શનાળા-રાજકોટ રોડ પર આવેલ એક પેકેજીંગ યુનિટમાં રવિવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કારખાનામાં મશીન રિપેરિંગ કામ કરી રહેલા 51 વર્ષીય પ્રૌઢ વેપારી મશીનની બ્લેડ નીચે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

​મળતી માહિતી મુજબ, મોરબીની પટેલ કોલોનીમાં રહેતા અને વ્યવસાયે વેપારી વિજયભાઈ ભાનુશંકર શીલુ (ઉ.વ. 51) નું શનાળા-રાજકોટ રોડ પર શ્રીજી એસ્ટેટમાં ‘શીવશંકર પેકેજીંગ’ નામનું કારખાનું આવેલું છે. વિજયભાઈ રજાના દિવસે અથવા નવરાશના સમયે કારખાનામાં પૂંઠા કાપવાનું મશીન સાફ કરી રહ્યા હતા અથવા રિપેર કરી રહ્યા હતા.

​તે દરમિયાન દોરડા વડે મશીન ઊંચું કરવા જતાં અચાનક સંતુલન બગડ્યું હતું અથવા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે વિજયભાઈ મશીનની અંદર આવી ગયા હતા અને તીક્ષ્ણ બ્લેડ ગળાના ભાગે ફસાઈ ગઈ હતી. માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતે ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે

Check Also
Close
Back to top button
error: Content is protected !!