AHAVADANG

આહવાના બોરીગાંવઠા ગામે ઇન્ડિગો એરલાઇન્સમાં નોકરી આપવાની બહાને યુવક પાસેથી 27 હજાર પડાવી લેવાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બોરીગાંવઠા (ચીખલી)ગામે ઇન્ડિગો એરલાઇન્સમાં નોકરી આપવાની લાલચ આપી યુવક પાસેથી 27 હજાર પડાવી લેવાયા હોવાની ઘટના સામે આવી છે,જેમાં યુવકને નોકરીની લાલચ આપી ઓનલાઇન સાયબર ફ્રોડ કરવામાં આવેલ છે.આહવા તાલુકાના બોરીગાંવઠા (ચીખલી) ગામ ખાતે રહેતા બિપીનભાઈ દેવરામભાઈ ગાવિત (ઉ. વ.૩૫)ના મોબાઈલ ફોન  પર અજાણ્યા ઈસમ એ ફોન કર્યો હતો.અને અજાણ્યા ઈસમએ કહ્યું હતુંકે,”હું ઇન્ડિગો એરલાઇન્સ દિલ્હીથી વાત કરું છું શું તમને જોબની જરૂર છે ? ” તેમ પૂછતા બિપીનભાઈએ  હા કહ્યું હતું.ત્યારે આ અજાણ્યા ઈસમે જણાવેલ કે,” તમને ઇન્ડિગો એરલાઇન્સ સુરત ખાતે સુપરવાઈઝરની નોકરી અપાવી દઈશ.” આ અજાણ્યા ઈસમ દ્વારા બિપીનભાઇ નોકરી ની લાલચ આપવામાં આવી હતી.અને બિપીનભાઈ પાસેથી  ટુકડે ટુકડે 27,550/- રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે આ અજાણ્યા ઈસમ દ્વારા નોકરી કે નાણાં પરત કરવામાં ન આવતા, બિપીનભાઇ સાથે સાયબર ફ્રોડ થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું.જે બાદ બિપીનભાઈ એ સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી. તેમજ આ સમગ્ર મામલે આહવા સાયબર ક્રાઇમ પોલીસ મથકે પણ ફરિયાદ નોંધવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ પોલીસ એ આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!