ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ગામે રૂપિયા 28 લાખ નાં ખર્ચે તૈયાર થનાર આરોગ્ય કેન્દ્ર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ગામે રૂપિયા 28 લાખ નાં ખર્ચે તૈયાર થનાર આરોગ્ય કેન્દ્ર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા અને ઝુડવડલી ગામ ના લોકો ને પ્રાથમિક આરોગ્ય સારવાર સુવિધા યુક્ત અને સરળતા થી મળી રહે તે હેતુ માટે સ્થાનિક આગેવાનો દ્વારા ગુજરાત સરકાર માં રજૂઆત કરતા ગુજરાત સરકાર દ્વારા વડવિયાળા ગામે નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા સંદર્ભે રૂપિયા 28 લાખ મંજુર કરવામાં આવ્યા છે, જેનો વર્ક ઓર્ડર અને એસ્ટીમેટ ઇસ્યુ થતાં તેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
જેમાં જિલ્લા પંચાયત સદસ્ય દકુભાઈ દોમડીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રવીણભાઇ સાંખટ, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ રાખોલિયા, સરપંચ કાનાભાઈ રામુ, ઉપ સરપંચ ઘનશ્યામ દોમડીયા તેમજ ગ્રામ પંચાયત ના સદસ્યો અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા




