
તા.૦૫.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીની ન્યુ પાર્થ એકલવ્ય -CET તાલીમ વર્ગની વિદ્યાર્થીનીને પુસ્તક ભેટ આપીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય – CET તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં CET – કોમન પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે આ તાલીમ વર્ગમાં અભ્યાસ કરતી સંગાડા આયુષીબેન ના જન્મ દિવસની ઉજવણી ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ.મકવાણા દ્વારા પુસ્તક ભેટ આપીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે CET પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવે તેવા દિવ્ય આશીર્વચન આપવામાં આવ્યા હતા. તાલીમ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોકલેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું





