GUJARATKUTCHMANDAVI

“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા-૧૬ માર્ચ : માંડવી તાલુકાના મોટા લાયજા ગામ પાસે આવેલ શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપમાં મેનેજર તરીકે ફરજ બજાવતો મહમદહબીબ આમદ ચૌહાણ રહે-મોટા લાયજા તા-માંડવી વાળો ફરીયાદીને વિશ્વાસમાં લઈ, ફરીયાદીના “શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ” ના બેંક ઓફ બરોડા તથા આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના એકાઉન્ટમાંથી તથા પેટ્રોલ પંપના હિસાબમા આશરે છાસઠ લાખ (૬૬,૦૦,૦૦૦/-) રોકડ રૂપિયા તેમજ તા.૦૮/૦૩/૨૦૨૫ ના રોજની રોજ મેળમા દર્શાવેલ પેટ્રોલ ડીઝલની આવક રૂપિયા ૫,૯૩,૫૩૫/-વાળા એમ કુલ રૂપિયા ૭૧,૯૩,૫૩૫/-ની ઉચાપત કરી, બેંકની રૂપિયા એક કરોડની સી.સી. વાપરી બેંકમા જમા ન કરાવી, ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી ભાગી ગયેલ જે બાબતે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૦૦૯૮/૨૦૨૫, બી.એન.એસ. એક્ટ ૩૧૬(૪) મુજબ ગુનો રજીસ્ટર થયેલ.જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કો,સુરજભાઇ વેગડા, મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ રબારી તથા ડ્રા. મહેન્દ્રસિંહ જાડેજાનાઓ ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે આરોપીની તપાસમાં હતા દરમ્યાન હકીકત આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ ઇસમને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!