KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદાર કચેરી ના સાત કોમ્પુટર ઓપરેટ ની ઘણા સમયથી બદલી તેમ છતા કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા તેનો કોઈજ અમલ નહિ

 

તારીખ ૨૮/૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ મામલતદાર કચેરી માં વિવિધ શાખા માં ઓપરેટર તરીકે ફરજ બજાવતા સાત કોમ્પુટર ઓપરેટરો ની ઘણા સમયથી કાલોલ મામલતદાર કચેરી માજ આંતરિક બદલી થઈ હતી તેમ છતાં તેઓ પોતાની શાખા ની ખુરશી છોડતા નહોય અને કાલોલ મામલતદાર કચેરીના ઓપરેટરો બદલી નું અમલીકરણ ન કરતા હોવાનું આખા કાલોલ પંથકમાં ચર્ચા નો વિષય બન્યો છે કે કાલોલ મામલતદાર કચેરી ના ઓપરેટરો ને કાલોલ મામલતદાર કચેરી માજ ફેર બદલ ની બદલી કરવામાં આવી હતી તેમ છતાં જે જગ્યાએ તેઓને ફરજ બજાવવાની બદલે પોતાનું શાખા નું જૂનું સ્થાન ઉપર જ ફરજ બજાવતા હોવાથી કાલોલ મામલતદાર કચેરી ના ઓપરેટરો સામે અનેક સવાલો ઉભા થયા છે કે તેઓની બદલી કરેલ હોવા છતા બદલી ના ઓડર નું એસી કી તેસી કરતા કાલોલ મામલતદાર કચેરી માં ફરજ બજાવતા કૉપ્યુટર ઓપરેટરો (૧) આશીતભાઈ આર પટેલ કાલોલ પુરવઠા શાખા માં ફરજ બજાવતા હતા તેઓની મતદાર યાદી શાખા માં બદલી (૨) મયુરભાઈ જે રાઠોડ પુરવઠા શાખા માં ફરજ બજાવતા હતા તેઓની આર્થિક સહાય શાખા ખાતે બદલી (૩) મહેન્દ્રભાઈ બી પટેલ મહેસુલ શાખા માં ફરજ બજાવતા હતા તેઓની ઈ ધરા શાખા કાલોલ મામલતદાર કચેરી ખાતે બદલી (૪) યતીનભાઈ જી જાદવ આર્થિક સહાય શાખા માં ફરજ બજાવતા હતા તેઓની મહેસુસ શાખા ખાતે બદલી (૫) જયદીપ બી રાવળ ઈ ધરા શાખા મા ફરજ બજાવતા હતા તેઓની બદલી આર્થિક સહાય શાખા ખાતે બદલી(૬)વસીમ એસ સુબન મતદાર યાદી શાખા માં ફરજ બજાવતા હતા તેઓની પુરવઠા શાખા માં બદલી (૭) ભાવનાબેન એ વણકર આર્થિક સહાય શાખા  ખાતે ફરજ બજાવતા હતા તેઓની બદલી પુરવઠા કચેરી ખાતે બદલી કરવામાં આવી છે જેથી તમામ કોમ્પ્યુટર ઓપરેટરો ની કાલોલ મામલતદાર કચેરી માજ બદલી કરવામાં આવી છે જેને લઈ તમામ કૉપ્યુટર ઓપરેટરો પોતાનું જૂનું સ્થાન ની ખુરશીઓ કેમ છોડતા નથી કે પછી તેઓની બદલી ઉચ્ચ કક્ષાએ થી રોકવામાં આવી છે કે કેમ તેવા અનેક શંકા ના સવાલો કાલોલ મામલતદાર કચેરી ના વિવિધ શાખા ના ફેર બદલ ની બદલી કરેલા ઓપરેટરો સામે સેવાય રહ્યા છે.

 

Back to top button
error: Content is protected !!