સુજલામ સુફલામ્ કેનાલ મા પાણી પુરતા પ્રમાણમાં અને ઉનાળુ સીઝન ચાલુ રાખવા માંગ

નારણ ગોહિલ લાખણી
*ભારતીય કિશાન સંઘ દ્વારા આવેદનપત્ર પત્ર આપવા મા આવેલ છે કે કાંકરેજ દિયોદર લાખણી ધાનેરા પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલ ઉનાળુ સીઝન સુધી ચાલુ રાખવા માંગ કરાઈ છે સુજલામ સુફલામ્ કેનાલ મા થોડા થોડા દિવસે પાણી આપવા મા આવે છે જે પાણી લાખણી થરાદ વિસ્તાર આગળ જઈ શકતું નથી પાણી બહુ જ ઓછા પ્રમાણ મા છોડવા મા આવે છે તો આ પાણી પાચ કે છ પંપીગ થી પુરતા ફલો થી કેનાલ મા છોડવા મા આવે અને ઉનાળુ સીઝન સુધી ચાલુ રહે તેવી ખેડુતો એ પણ માગણી કરેલ છે જોકે સુજલામ સુફલામ્ થૂંકી ખેડુતો ને ઉનાળુ વાવેતર મોટે ભાગે બાજરી નુ કરાયેલું હોવાથી આખાં વર્ષ દરમિયાન એની ખાવા અને પશુપાલન માટે ઉપયોગી થાય છે જો કેનાલ ઉનાળુ સીઝન ચાલુ રહે તો ખેડુતો ને પાક પુરતા પ્રમાણમાં લંઈ શકાય તેમ છે અને આવનારા સમય મા મુશ્કેલી નો સામનો ના કરવો પડે તેવી ખેડુતો ની માંગ છે બનાસકાંઠા જિલ્લામાં લાખણી દિયોદર અને ધાનેરા તાલુકાના અમુક ગામોમા ભુગર્ભ જળ ની ગંભીર સમસ્યા સર્જાઈ છે જેમા લાખણી વિસ્તારમાં હજારો બોર ફેલ ફેલ જોવા મળે છે દર વર્ષ બે થી ત્રણ મીટર ભુગર્ભ જળ ઉડે જઈ રહ્યા છે જોકે સરકારે વહેલી તકે પાંચ પંપીગ પાણી છોડવા ખેડુતો અને પશુપાલકો ની નમ્ર માંગ છે…*




