BHARUCHBHARUCH CITY / TALUKO

ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોથી લોકહીતમાં લેવાયો નિર્ણય

સમીર પટેલ, ભરૂચ

****
નર્મદાબ્રીજ ટોલપ્લાઝા ઉપર રાબેતા મુજબ GJ 16 પાસિંગ ધરાવતા કારધારકોને ટોલટેક્ષ આપવો નહી પડે
*****
ભરૂચ – મંગળવાર – ભરૂચ જિલ્લામાં માંડવા ટોલ નાકા ઉપર છેલ્લા એક સપ્તાહથી ફરીથી ટોલનાકા સંચાલકો દ્નારા લાઈન બંધ કરી ફાસ્ટેગ લાઈનમાંથી વાહનો પસાર કરી ટોલ વસૂલાત કરવામાં આવી રહ્યો હતો. જેની રજૂઆત ધારાસભ્યશ્રી અને જિલ્લા વહીવટીતંત્રને મળતા તેમના પ્રયાસો થકી એનએચએઆઈ સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવાયો હતો. જેને અનુસંધાને આજરોજ નર્મદાબ્રીજ ટોલપ્લાઝા માંડવાના મેનેજર શ્રી ગણેશ ઓસિવાલે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એનએચએઆઈ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ ધારાસભ્યશ્રી સાથે પરામર્શ થકી આજથી માંડવા ટોલ પ્લાઝા પર રાબેતા મુજબ GJ 16 પાસિંગ ધરાવતી ફોર વ્હીલ કારધારકોને ટોલટેક્ષ હવે આપવો નહી પડે.

Back to top button
error: Content is protected !!