GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ૨૩ માર્ચે ૩ સેશનમાં ગુજકેટની પરીક્ષા યોજાશે; તૈયારીઓને આખરી ઓપ અપાયો

 

MORBI:મોરબીમાં ૨૩ માર્ચે ૩ સેશનમાં ગુજકેટની પરીક્ષા યોજાશે; તૈયારીઓને આખરી ઓપ અપાયો

 

મોરબીમાં ૧૦ પરીક્ષા કેન્દ્રોમાં ૧૦૯ બ્લોક પર ૨૧૪૬ ઉમેદવારો પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજકેટ પરીક્ષામાં મોરબી જિલ્લામાં તારીખ ૨૩-૦૩-૨૦૨૫ ના રોજ ત્રણ સેશનમાં યોજાશે. આ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કલેક્ટરશ્રી કે. બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કે. એમ. મોતાની દેખરેખ હેઠળ મોરબી જિલ્લાની ગુજકેટની પરીક્ષા યોજવાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં મોરબી સેન્ટર ખાતે કુલ ૧૦ પરીક્ષા સ્થળો પર પરીક્ષા યોજાશે, જેમાં ૧૦૯ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૧૫૯ બોયઝ અને ૯૮૭ ગર્લ્સ મળી કુલ કુલ ૨૧૪૬ ઉમેદવારો પરીક્ષા આપશે. વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A ના ૭૩૩ ઉમેદવાર અને ગ્રુપ B ના ૧૪૧૧ ઉમેદવાર તથા ગ્રુપ AB ના ૦૨ ઉમેદવાર આ પરીક્ષા આપશે.

આ પરીક્ષા ત્રણ સેશનમાં યોજાશે, જેમાં પ્રથમ સેશન સવારે ૧૦:૦૦ થી ૧૨: ૦૦ દરમિયાન, બીજું સેશન ૧૩:૦૦ થી ૧૪:૦૦ દરમિયાન અને ત્રીજું સેશન ૧૫:૦૦ થી ૧૬:૦૦ દરમિયાન રહેશે. શ્રી પી.વી. અંબરિયા પરીક્ષા સંચાલન અંગે માર્ગદર્શનની અને શ્રી બી. એલ. ભાલોડિયા ઝોનલ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત પરીક્ષા સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે.એમ. મોતા દ્વારા પરીક્ષા સ્થળ પરના ઓબ્ઝર્વરશ્રી, સ્થળ સંચાલકશ્રી અને સરકારી પ્રતિનિધિઓને તાલીમ યોજી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!