MORBI:જર જમીન નેં જોરૂ એ ત્રણય કજીયા નાં છોરૂ! મોરબી નાં નીચી માંડલ નજીક પૈસાની લેતી દેતી બાબતે બે યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો!
MORBI:જર જમીન નેં જોરૂ એ ત્રણય કજીયા નાં છોરૂ! મોરબી નાં નીચી માંડલ નજીક પૈસાની લેતી દેતી બાબતે બે યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબીના નીંચી માડલ ગામ ભાભા શોપીંગની પાછળ ગોડાઉનમાં યુવક તથા તેના કાકાનો દીકરો કિરણ અને તેનો મિત્ર હિતેષ જે રહેતો હોય રાધે પાન સેન્ટરમાં કામ કરતો હોય જેને આરોપી શેઠ સાથે પૈસાની લેતી દેતી બાબતે બાબતે શેઠ સાથે બોલાચાલી થતા મોટરસાયકલ લઈને ગામડે જતો રહ્યો રહેલા હોય જેથી આરોપીઓએ યુવક તથા તેના ભત્રીજા કિરણભાઈ પાસે આવી હિતેષને તમે કેમ ભગાડી દિધો! કહી યુવક તથા તેના ભત્રીજાને માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની હાલ મોરબીના નીચી માંડલ ગામે ભાભ શોપીંગની પાછળ ગોડાઉનમાં રહેતા કાનજીભાઇ રામાભાઈ સુરેલા એ આરોપી જીતેન્દ્ર પટેલ તથા વિપુલ પટેલ રહે. બંને નીચી માંડલ ગામ રાધે પાન નામની દુકાન તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી નાં કાકાનો દીકરો કિરણ અને તેનો મિત્ર હિતેષ જે નીંચી માંડલ ગામે ફરીયાદી સાથે ભાભા શોપીંગની પાછળ ગોડાઉનમાં રહેતો હોય અને રાધે પાન સેન્ટરમા કામ કરતો હોય અને આરોપી તેના શેઠ સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થતા હીતેષ તેના ગામડે ફરીયાદીનુ મોટરસાયકલ લઇને જતો રહેલો હોય જેથી આરોપીઓ ફરીયાદી તથા ઇજા પામનાર સાહેદ કીરણભાઇ પાસે આવી ફરીયાદીને કહેલ કે હીતેષને તમે કેમ ભગાડી દીધો? તેમ કહીને ફરીયાદી સાથે જપા-જપી કરીને ભુંડી ગાળૉ બોલી હીતેશ બાબતે પુછપરછ કરવા માટે તેની ગાડીમાં બેસાડી તેની રાધે પાન નામની દુકાને લઈ જઈ ત્યાં ખુરેશી ઉપર બેસાડી આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને ત્રણ કલાક સુધી ઢીકાપાટુનો તથા લાકડાનો ધોકા વડે આડે ધડ મારમારી હાથપગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.