GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ABVP દ્વારા L.E કૉલેજ હોસ્ટેલના પ્રશ્નને લઈને સફળ રજુઆત.

 

MORBI:મોરબી ABVP દ્વારા L.E કૉલેજ હોસ્ટેલના પ્રશ્નને લઈને સફળ રજુઆત.

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ , 1949 થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા L.E કૉલેજ હોસ્ટેલની ડ્રેનેજ સુવિધાને લઈને મોરબી મ્યુનિસિપલ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબને રજૂઆત કરતા સાહેબ દ્વારા આજ રોજ માત્ર બે દિવસની અંદર આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું.

L.E કૉલેજ હોસ્ટેલ ખાતે છેલ્લા ૨ વર્ષથી ડ્રેનેજની સુવિધાને લઈને હોસ્ટેલના વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો. કૉલેજના પ્રિન્સીપાલ સાહેબ દ્વારા પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ન હતું.

હોસ્ટેલની અંદર સ્વચ્છતાને લઈને બેદરકારી જોવા મળતી. હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રશ્નની જાણ abvp મોરબીને થતા abvp મોરબીના કાર્યકર્તાઓ દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સાહેબને ગુરૂવાર તારીખ ૨૭ માર્ચ ૨૦૨૫ના રોજ રજૂઆત કરવામાં આવી. સાહેબશ્રી એ પણ વિદ્યાર્થીઓના આ પ્રશ્નને સમજી માત્ર બે દિવસની અંદર એટલે કે આજ રોજ તારીખ ૨૯ માર્ચ ૨૦૨૫ ના રોજ સવારે આ સમસ્યાનું નિરાકરણ કર્યું.

Back to top button
error: Content is protected !!