GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલની નવરચના ગુરુકુલ શાળાના વિદ્યાર્થી ગાંધી દ્રશ્ય (ITO પરીક્ષા) માં રાજ્ય કક્ષાએ ત્રીજો ક્રમાંક

તારીખ ૩૦/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ઇન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડ (ITO)દ્વારા ભારત દેશમાં અનેક શાળાઓમાં અલગ અલગ વિષયો પર પરીક્ષા યોજાઈ હતી.જેમાં નવરચના ગુરુકુળ શાળાના અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.ધોરણ 3 ના વિધાર્થી ગાંધી દ્રશ્ય ગણિત વિષયમાં રાજ્ય કક્ષાએ ત્રીજો ક્રમાંક મેળવેલ હતો.ધોરણ 8 ની વિદ્યાર્થીની પટેલ યશવી એ અંગ્રેજી વિષયમાં રાજ્ય કક્ષાએ છઠ્ઠો ક્રમાંક અને ધોરણ 4 ના વિદ્યાર્થી ગોસાઈ નક્ષગિરી એ ગણિત વિષયમાં રાજ્ય કક્ષાએ આઠમો ક્રમાંક મેળવ્યો હતો તથા ઉનીયાલ સક્ષમ ,રાઠોડ આદિત્ય ,રાઠોડ મહેક ,ચૌહાણ હર્ષરાજસિંહ, મહેતા મનોહર અને વરીયા ક્રિશા એક્સેલન્સ એવોર્ડ માં પ્રસિદ્ધિ મેળવેલ હતી અને નવરચના ગુરુકુળ શાળાનું નામ રોશન કરેલ છે.





