INTERNATIONAL

અમેરિકામાં અભ્યાસ કરનારા વિભિન્ન દેશના હજારો વિદ્યાર્થીઓએ તેનમા F-1 વિઝા અચાનક રદ થવાનો ઈમેલ મળતા હડકંપ મચી ગયો

અમેરિકામાં અભ્યાસ કરનારા વિભિન્ન દેશના હજારો વિદ્યાર્થીઓએ તેનમા F-1 વિઝા અચાનક રદ થવાનો ઈમેલ મળતા હડકંપ મચી ગયો છે. આ ઈમેલ અમેરિકાના વિદેશ વિભાગ (DOS) તરફથી મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના F-1 સ્ટૂડેન્ટ વિઝા રદ થયા હોવાની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ તેમને જાતે અમેરિકા મૂકીને જતા રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એટલે કે, આદેશ છે કે, જો આ વિદ્યાર્થીઓ અમેરિકા છોડીને તાત્કાલિક પોતાના દેશ નહીં જાય તો તેમને પકડીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સાથે કોઈ અન્ય દેશમાં પણ ડિપોર્ટ કરવામાં આવી શકે છે.

આ કાર્યવાહી કથિત રૂપે કેમ્પસ એક્ટિવિધઝમમાં ભૌતિક રૂપે સામેલ થનારા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાની હતી. પરંતુ, હવે આ તેનાથી પણ આગળ વધી ગયું છે. એટલે કે, હવે તેમાં એવા વિદ્યાર્થીઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે, જે વિરોધ પ્રદર્શનમાં ભૌતિક રીતે ભલે સામેલ ન હોય પરંતુ, કોઈપણ પ્રકારે અમેરિકાના ‘રાષ્ટ્ર વિરોધી’ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી, લાઇક કરી અથવા કોમેન્ટ કરનારા પણ સામેલ હતાં. આવા તમામ વિદ્યાર્થીઓ હવે કાર્યવાહી હેઠળ તપાસના દાયરામાં આવી ગયા છે. જેનાથી અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાની સીમા પર ચિંતા વધી ગઈ છે. આ ઈમેલથી પ્રભાવિત લોકોંમાં અમુક ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે.

અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, તમારા F-1 વિઝા યુએસ ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમની કલમ 221(i) હેઠળ રદ કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને ચેતવણી આપવામાં આવી છે કે, કોઈપણ કાયદાકીય ઇમિગ્રેશન સ્ટેટસ વિના યુએસમાં રહેવાથી દંડ, અટકાયત અથવા દેશનિકાલ થઈ શકે છે. ઈમેલમાં એ પણ સૂચવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમના વતન સિવાય અન્ય દેશોમાં પણ મોકલવામાં આવી શકે છે. તેથી તે પહેલાં તે અમેરિકા છોડીને સ્વેચ્છાએ જ અમેરિકા છોડી દો.

ઈમેલમાં કહેવાયું કે, ‘જો તમે ભવિષ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી કરવાનો ઇરાદો ધરાવો છો, તો તમારે બીજા યુએસ વિઝા માટે અરજી કરવાની રહેશે અને તે સમયે તમારી પાત્રતા અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઈમેલમાં વિદ્યાર્થીઓને ટ્રમ્પ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી CBP હોમ એપનો ઉપયોગ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેથી તેમને અમેરિકાથી પરત જવામાં મદદ મળી શકે. આદેશમાં વિદ્યાર્થીઓને રદ કરવામાં આવેલા વિઝાના ઉપયોગ કરવાનો પ્રયાસ ન કરવા પણ ચેતાવણી આપવામાં આવી છે. આ સાથે જ એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે, પ્રસ્થાન કરતાં સમયે અમેરિકન દૂતાવાસ અથવા  કોન્સ્યુલેટમાં તેમના પાસપોર્ટ રજૂ કરવાના રહેશે.

લેટેસ્ટ આંકડાઓ અનુસાર, 2023-24 શૈક્ષણિક વર્ષ માટે અમેરિકામાં અભ્યાસ કરનારા 1.1 મિલિયન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી 3,31,000 ભારતમાંથી આવે છે. તેથી ભારતીયોની ચિંતા સૌથી વધારે થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!