નેસડા ગામે બરફના ગોળા ની નજીવી બાબતે ઝઘડો કરી મારામારી કરતા ચાર સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ.
તારીખ ૦૮/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નેસડા ગામે રહેતા લક્ષ્મણસિંહ સોમસિંહ પરમાર દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના મોટાભાઈ બરફના ગોળા ની લારી લઈને બરફના ગોળા વેચવા ગયા હતા ત્યારે રવિવારે બપોરના બે કલાકે તેઓના ગામના કમલેશભાઈ ગણપતભાઈ પરમાર બરફનો ગોળો લેવા આવ્યા હતા પરંતુ બરફ પૂરો થઈ ગયો હોવાથી ગોળો બની શકે નહીં તેમ કહેતા કમલેશભાઈ મા બેન સમા ની ગંદી ગાળો બોલી જેથી નજીકમાંથી રાજેન્દ્રભાઈ ના પિતા સોમસિંહ તેમજ તેઓના પત્ની આશાબેન આવ્યા હતા તે સમયે સોમસિંહ ને માથાના ભાગે અને આશાબેન ને જમણા હાથે લાકડીઓ વડે માર માર્યો હતો આ દરમિયાન હિતેશભાઈ ગણપતભાઈ પરમાર,ફતેસિંહ મહેન્દ્રસિંહ પરમાર અને યુવરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર પણ આવી ગયા હતા તેઓએ ફરિયાદી ના પિતા સોમસિંહને તેમજ પત્ની આશાબેન અને માતા અમરતબેન ને ગડદા પાટુ નો માર માર્યો હતો અને ચારેય જણા એ જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. 108 ને બોલાવતા કાલોલ હોસ્પિટલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દવા સારવાર કરાવવા બાદ સોમસિંહ રામસિંહ પરમાર ને વધુ સારવાર માટે હાલોલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જે બાબતની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.