GUJARATKUTCHMANDAVI

ગુજરાત સરકારે આરોગ્ય ખાતામાં 851 નવી જગ્યાની મંજૂરી આપી જેમાં કચ્છમાં 54 જગ્યાઓ ભરાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માડવી,તા-08 એપ્રિલ  : ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા 21 દિવસ ચલાવવામાં આવેલ નિષ્ફળ હડતાલનો સીધો જવાબ આપતી હોય એમ સરકારે નવી પેટર્ન મુજબ રાજ્યના સામાન્ય વિસ્તારમાં આવેલ કુલ 1078 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખૂટતું મહેકમ મંજૂર કરવાની નવી બાબતને વહીવટી મંજૂરી આપતા મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની કામગીરીનું સઘન સુપરવિઝન કરવા માટે કચ્છમાં 2 સહિત કુલ 22 મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝરની જગ્યાઓ તથા ગુજરાતના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્ય ડીલેવરી થાય એવા ઉદેશથી કચ્છમાં 52 સહીત રાજ્યમાં 829 સ્ટાફ નર્સ (ટેકનિકલ કેડર)ની જગ્યાઓ (ભવિષ્યમાં લેવાનારી ખાતાકીય પરીક્ષાઓ પાસ કરવાની શરતે) ભરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ મંજૂરીથી લોકોની આરોગ્યલક્ષી સુખાકારીમાં વધારો થશે અને માતા તથા બાળ મરણ અટકાવવામાં મહત્વની યોગદાન મળશે એવું જાણવા મળે છે.

Back to top button
error: Content is protected !!