BANASKANTHAGUJARAT
કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી બુકોલીયાવાસના સ્મશાન ભૂમિના વરંડાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું…
કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી બુકોલીયાવાસના સ્મશાન ભૂમિના વરંડાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું...
કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી બુકોલીયાવાસના સ્મશાન ભૂમિના વરંડાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું…
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વર્ષ ૨૦૨૪/૨૫ તથા ૨૦૨૩/૨૪ બચત ગ્રાન્ટમાંથી વિવિધ વિસ્તાર માં સી.સી.રોડ તથા પેવર બ્લોક રોડ વિગેરેના કામનું વર્ક ઓર્ડર અપાતા કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે નગર પાલિકાની બાજુમાં થરા સ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,પ્રમુખ પતિ અનિલભાઈ સોનીના વરદ હસ્તે સંત ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠ દિલ્લી રાષ્ટ્રીય પ્રવક્તા પ્રવીણભાઈ પરમાર, થરા શહેર ભાજપ મહામંત્રી ભુપેન્દ્રસિંહ ડી.પરમાર, ખેમાભાઈ પરમાર,રામજીભાઈ પરમાર-ભાવનગર, એડવોકેટ મુકેશભાઈ બુકોલીયા,નાગરભાઈ બુકોલીયા, સવજીભાઈ બુકોલીયા,શ્રી વાલ્મિકી સમાજ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ કાંકરેજ (થરા) ના પ્રમુખ મંગળભાઈ એસ.રાઠોડ સહીત દલિત સમાજના ભાઈઓ ની ઉપસ્થિતિમાં ગુરૂ બ્રાહ્મણ કિશનભાઈ શ્રીમાળીના મુખારવિંદે મંત્રોચ્ચાર સાથે વરંડાનું ખાત મુહૂર્ત આજરોજ તા.૧૦/૦૪/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે કરવામાં આવ્યું હતું.નાળિયેર વધેરી ગોળધાણા નો પ્રસાદ લઈ પ્રવીણભાઈ પરમારે જણાવ્યું હતું કે થરા સ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પ્રમુખપતિ અનિલભાઈ સોની અને કોર્પોરેટરોના સહયોગથી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને રજુઆત કરતા કીર્તિસિંહ વાઘેલા દ્વારા અમારા શ્રી બુકોલીયા વાસના સ્મશાન ભૂમિનો વરંડો મંજુર કરતા આજે મારા સમાજ ના સૌ ભાઈઓ સાથે મળી નગર પાલીકાની બાજુમાં આવેલ જગ્યામા વરંડાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યારે હું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,સ્ટેટમાજી રાજવી પરિવારના પૃથ્વીરાજસિંહ વાઘેલા,પ્રમુખ ચેતનાબેન અનિલભાઈ સોની,નગર પાલિકાના કોર્પોરેટરો સહીત ભાજપ સરકારનો ખુબ ખુબ આભાર માનું છું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530