GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ઝેરના મુવાડા ગામે નજીવી બાબતે મારમારીને ઈજા કરનાર ઈસમ સામે કાલોલ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
તારીખ ૧૨/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ મથકે મીનાબેન જયંતીભાઈ રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના પિતા ઝેર ના મુવાડા ગામે ચોકડી ઉપર ઈંડાની લારી ચલાવે છે શનિવારે રાત્રિના 10:00 કલાકે તેમની લારી ઉપર જશપાલસિંહ વિક્રમસિંહ રાઠોડ આવેલ અને ઈંડાની ડીશ બનાવી આપ તેમ કહેતા જયંતીભાઈ એ મારી પાસે ઈંડા ખલાસ થઈ ગયા છે જેથી બનાવી શકાય નહીં તેવું કહેતા જશપાલસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને માબેન સમાણી ગંદી ગાળો બોલતો હતો જેથી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને હાથમાંની લાકડી બરડામાં બંને હાથે જમણા પગે પંજા પર લાકડીઓ મારી હતી તેમજ ગડદા પાટુનો માર માર્યો હતો. ઈજાગ્રસ્ત જયંતીભાઈ ને બીજા દિવસે કાલોલ રેફરલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે બાદ આજ રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.