GUJARATNAVSARI CITY / TALUKOVALSAD

વલસાડ જિલ્લાના પારડીના અંબાચ ગામે પોષણ અભિયાન અંતર્ગત”લંચ વીથ લાડલી’’કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગર્ભાવસ્થાથી બાળકના જન્મ દિવસ સુધીના પ્રથમ ૧૦૦૦ દિવસના સમયગાળામાં યોગ્ય પોષણનું મહત્વ સમજાવાયું

મિલેટમાંથી બનતી વાનગીઓ અને તેમાંથી મળતાં પોષકતત્વો વિશે પણ લાભાર્થીઓને સમજાવવામાં આવ્યા

તા. ૨૩ એપ્રિલ,વલસાડ જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પારડી તાલુકાના પારડી ઘટક-૨ ના અંબાચ ગ્રામ પંચાયત હોલમાં મહિલા બાળ અધિકારીની કચેરીના સહયોગથી “લંચ વીથ લાડલી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧ વર્ષ સુધીની બાળકીઓની માતા, કિશોરીઓને સામેલ કરવામાં આવી હતી.
આ ઉજવણી દરમ્યાન ગર્ભાવસ્થાથી બાળકના જન્મ દિવસ સુધીના પ્રથમ ૧૦૦૦ દિવસના સમયગાળામાં યોગ્ય પોષણનું મહત્વ, પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં લાભાર્થી મોડ્યુલ, SAM (સિવીયર એક્યુટ માલન્યુટ્રીશન)  અને MAM (મોડરેટ એક્યુટ માલન્યૂટ્રીશન) બાળકોનું વ્યવસ્થાપન તેમજ પોષણ શપથ લેવામાં આવ્યા હતા. માતાના પોષણ, યોગ્ય સ્તનપાનની પદ્ધતિ, બાળ વિકાસ અને એનિમિયા અટકાવ માટે સંતુલિત આહારના મહત્વ અંગે માર્ગદર્શન, આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકને આયર્નની સીરપ, વિટામિન A, કૃમીની ગોળી આપવા તેમજ ઘરમાં બનતી વાનગીમાં ટેક હોમ રાશન (THR)નો નિયમિત ઉપયોગ કરવા, નજીકના આંગણવાડી કેન્દ્રમાં બાળકને લઈ જઈ સમયસર વજન અને ઊંચાઈ કરાવવા, જેથી બાળકનો વૃદ્ધિ વિકાસ થયો છે તે જાણી શકાય તેવી સમજ આપવામાં આવી હતી.
પોષણ અને આરોગ્યના ઉપાયો સમજાવતા આંગણવાડી કાર્યકરોએ લાભાર્થીઓને THRનાં પેકેટમાંથી વાનગી બનાવી તેમાંથી મળતાં પોષકતત્વો વિશેની સમજ આપી હતી. આરોગ્ય અને પોષણની સમજ આપ્યા બાદ સમગ્ર લાભાર્થીઓને વરસાદી પાણીના સંગ્રહને લગતા ઉપાયો જણાવી પીવાના પાણી, સ્વચ્છતા, સારી ટેવો અને શૌચાલયના ઉપયોગ અંગેનો પ્રચાર – પ્રસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સગર્ભા માતાની ગૃહ મુલાકાતમાં તેમની આરોગ્ય ચકાસણી બાદ હીમોગ્લોબિન જાળવી રાખવાના ઉપાયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. મિલેટમાંથી બનતી વાનગીઓ અને તેમાંથી મળતાં પોષકતત્વો વિશે પણ લાભાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!