BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જિલ્લાના શિક્ષકોનું પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025 અંતર્ગત સન્માન કરાયું

સમીર પટેલ, ભરૂચ

હાંસોટ તાલુકાના બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર અશોકકુમાર જયંતિલાલ પટેલ તેમજ હાંસોટની પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીનું માધવ ચેરિટેબલ ટ્રસ્ટ, કપડવંજ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા તથા અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ, સરગાસણ, ગાંધીનગર અને પર્યાવરણ સંરક્ષણ પ્રકલ્પનાના તમામ માર્ગદર્શકશ્રી તથા સંયોજકશ્રીઓ તેમજ એવોર્ડી શિક્ષકોનું ટાઉનહોલ ગાંધીનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (GCERT ) ગાંધીનગરના સચિવશ્રી એસ.જે. ડુમરાલિયા તેમજ ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી બોર્ડ ગાંધીનગરના સચિવશ્રી પુલકિત જોષીની સાથે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના વરદહસ્તે સન્માનપત્ર, ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!