પાલનપુર તાલુકાના જગાણા દૂધ મંડળીની ૫૭ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

2 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના જગાણા દૂધ મંડળીની ૫૭ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ પાલનપુર તાલુકાના જગાણાના ગુરુ મહારાજના પરિસર ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ૫૭ મી વાર્ષિક સાધારણ સભા હરિભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી દૂધ મંડળીના હિસાબો વંચાણે લીધા હતા ગત સભાના ઠરાવો વંચાણે લીધા ૨૦૨૪-૨૦૨૫ નું અંદાજપત્ર મંજૂર કરાયું તેમજ પશુપાલનહિતમાં સાધારણ સભામાં નિર્ણયો લેવામાં આવ્યા હતા અને ૧ થી ૧૨ નંબરમાં વધુ દૂધ ભરાવનાર પશુપાલકોને પુરસ્કાર રૂપી ઇનામો ગ્રામજનોના અને ડિરેકટરોશ્રીના હસ્તે આપવામાં આવ્યા હતા. આ સાધારણ સભામાં ચેરમેન હરિભાઈ ચૌધરી, મંત્રી, ડિરેકટરશ્રીઓ, તેમજ ગ્રામજનોમાંથી કેશરભાઈ ચૌધરી, ઉજમભાઇ જરમોલ,ભેમજીભાઇ ચૌધરી, ભેમજીભાઇ લોહ,રણછોડભાઈ દેસાઈ,ગણેશભાઇ ચૌધરી, નરસિંહભાઇ ચૌધરી,રામજીભાઈ જુઆ, મોતીભાઈ ગોસ્વામી જેવા મહાનુભાવો આ સાધારણસભામાં બહોળી સંખ્યામાં પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા 






