હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવા ઓરડાનું ખાતમુહૂર્ત અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો


સમીર પટેલ, ભરૂચ
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બે નવા ઓરડાનું ખાતમુહૂર્ત પ્રસંગે શાળાની દીકરીઓએ સ્વાગતગીત દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.ત્યારબાદ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારે પુષ્પગુચ્છ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. પ્રાસંગિક ઉદબોધન જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ વસાવાએ કર્યુ હતું.ખાતમુહૂર્ત કાર્યક્રમ હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ વસાવાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં હાંસોટ તાલુકાના ઉપપ્રમુખ ધનસુખભાઈ પટેલ, ગામના સરપંચ નવનીતભાઈ પટેલ, શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષકગણ નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈ, શાળા વ્યવસ્થાપનના સભ્યો, ગામજનો, વાલીગણ,કોન્ટ્રાકટર હાજર રહ્યા હતા.મહારાજ અનિલભાઈ ઉપાધ્યાય દ્વારા શાસ્ત્રોકત મંત્ર અનુસાર વિધિ કરાવી નારિયેળ ફોડી પવિત્ર માટીમાં નાણાં અને પ્રથમ ઈંટ મુકી ભવિષ્ય માટે નવું શિક્ષણમંદિર ઉભું કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.સૌને મીઠાઈ આપી મોં મીઠું કરાવ્યું હતું. અંતે ધોરણ બાલવાટિકાથી લઈ આઠ સુધી વાર્ષિક પરીક્ષામાં પ્રથમક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તેજસભાઈ પટેલે કર્યુ હતું.



