BHILODAGUJARAT

ભિલોડામાં કમોસમી વરસાદને કારણે માર્કેટ યાર્ડમાં બહાર રાખેલ ઘઉંનો પાકને નુકશાન, વેપારીઓને નુકશાન 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભિલોડામાં કમોસમી વરસાદને કારણે માર્કેટ યાર્ડમાં બહાર રાખેલ ઘઉંનો પાકને નુકશાન, વેપારીઓને નુકશાન

  • હવામાન વિભાગની આગાહી ને પગલે અરવલ્લી જિલ્લાની અંદર ગત રાત્રી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી રાત્રિના સમયે ભિલોડા મેઘરજ માલપુર મોડાસા સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યારબાદ વહેલી સવારે પણ ભિલોડા વિસ્તારની અંદર કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો ભિલોડા ના માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક વરસાદને કારણે પલળી ગયો હતો વરસાદ પડતા વેપારીઓને પાક પલળવા ના કારણે ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે જેમાં ઘઉં મકાઈ , સોયાબીનનો પાક પલળી ગયો હતો. આ પાક પલળવા ના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન થયું છે અગાઉ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી છતાં તંત્ર ધ્વારા કોઈ પગલા લેવામાં ન આવ્યા જેના કારણે વેપારીઓ ને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે તાડપત્રી થી પાકને બચાવવા વેપારીઓએ પ્રયાસ કર્યા હતા

Back to top button
error: Content is protected !!