BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
હાઈટેન્શન લાઈનના સામાનની ચોરી:અંકલેશ્વરના નવા પુનગામના 6 આરોપીઓ પાસેથી 3 લાખનો મુદ્દામાલ કબજે

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર તાલુકાના બોઇદ્રા ગામની સીમમાં હાઈટેન્શન લાઈનના ટાવરની કામગીરી દરમિયાન મોટી ચોરી પકડાઈ છે. ખેતરમાં મૂકવામાં આવેલા રૂપિયા 3 લાખના સામાનની ચોરી કરનાર 6 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.
પાવર લાઇન પ્રોજેકટના કર્મચારી સંજીતસિંહે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ટાવરમાં લગાવવામાં વપરાતી લોખંડની પ્લેટો અને નટ બોલ્ટની ચોરી થઈ હતી.
પોલીસે તપાસ દરમિયાન નવાપુનગામના છ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં રાજેશ મહેન્દ્ર વસાવા, રાજુ મોતીભાઈ વસાવા, કૌશલ બુધા વસાવા, અક્ષય બનસી વસાવા, સંજય ગણપટ વસાવા અને વિસાલ મહેન્દ્ર વસાવાનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં નટ બોલ્ટનો જથ્થો અને લોખંડની પ્લેટોનો સમાવેશ થાય છે.




