
તા.૧૧.૦૫ ૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રોટરી સેવા સંસ્થાન દ્વારા પોલીસ તથા ટ્રાફિક મા સેવારત જવાનો ને ગરમી થી બચવા કેરી ના બાફલા નુ વિના મુલ્યે વિતરણ
દાહોદ. માનવસેવા. સામાજિક કાયૅ તથા આરોગ્ય વિષયક ને લગતી વિવિધ રચનાત્મક સેવાકિય પ્રવૃત્તિ ઓ કરતી સ્વૈચ્છિક સંસ્થા રોટરી સેવા સંસ્થાન.દાહોદ દ્વારા પ્રિયલ અમૃત રસ ના દીપકભાઈ પંચાલ ના સહયોગથી સિધ્ધ રાજ જયસિંહ છાપ તળાવ દાહોદ ખાતે સંસ્થા ના પ્રમુખ ડો.નરેશ ચાવડા ની ઉપસ્થિત મા કાળઝાળ ગરમી મા ખડેપગે સેવા આપતા સેવારત પોલીસ. તથા ટ્રાફિક જવાનો ને ગરમી મા લુ થી બચવા માટે કેરી ના બાફલા નુ વિતરણ વિના મુલ્યે કરવામાં આવ્યું છે
આ અવસર પર સામાજિક આગેવાનો તથા ગાડૅન મા આવતા વ્યક્તિ ઓ ને રોટરી સંસ્થા ની સેવાઓ ને બિરદાવી હતી





