પાલનપુર ની શ્રી.સી.બી.ગાંધી નૂતન હાઇસ્કુલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો બેક ટુ બચપન કાર્યક્રમ યોજાયો

12 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ની શ્રી.સી.બી.ગાંધી નૂતન હાઇસ્કુલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો બેક ટુ બચપન કાર્યક્રમ યોજાયો જૂની વાતો યાદ કરીને મન પ્રફુલિત કયુ
પાલનપુરની શ્રી.સી.બી.ગાંધી નૂતન હાઇસ્કુલ ના વર્ષ 1990 થી 2001 સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન બેક ટુ બચપન કાર્યક્રમનું ભવ્ય આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને જૂની યાદો તાજી કરી મન પ્રફુલી કર્યું હતું પાલનપુરમાં આવેલી શ્રીસી.બી. ગાંધી નૂતન હાઇસ્કુલ ના વર્ષ 1990 થી 2001 સુધીમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓનું બેક ટુ બચપન કાર્યક્રમનું આયોજન પાલનપુર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ઉપસ્થિત શિક્ષકોએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે વિદ્યાર્થીઓએ પણ તેમના સ્કૂલ સમયના બચપનને વાગોળી તેમની યાદો તાજી કરી હતી. આ પ્રસંગે કેક કાપી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ તરીકે બોલપેન આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થી વિરલ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.





