MORBI:મોરબી ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવા મુખ્યમંત્રીને રજૂઆત




MORBI:મોરબી ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવા મુખ્યમંત્રીને રજૂઆત

પુષ્પરાજસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં યુવાનોમાં ઓનલાઈન ગેમિંગનો ચસ્કો વધી ગયેલ છે. ઓનલાઈન ગેમિંગથી પૈસા બનાવવાની લાલસાના કારણે યુવાનો પોતાના પરિવારની બરબાદી તરફ વળી રહયા છે. તેમજ આવા ઓનલાઈન ગેમિંગના ચસ્કાને કારણે અનેક યુવાનોએ આત્મહત્યા કરેલ હોવાના પણ બનાવો બનેલ છે. પરંતુ પાછળ તેમના પરીવારનું શું ? સરકારશ્રી માટે જો આ કોઈ આવકનું સાધન હોય તો તે ભારતના નાગરિક માટે બરબાદીનું કારણ છે.
જો કોઈ પણ વ્યક્તિ તીનપતી કે અન્ય જુગાર રમતા પકડાય તો તેઓને પકડીને મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તો આ ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનથી ખુલ્લેઆમ જુગાર રમાઈ રહયો છે. તેમના વિરૂધ્ધ કાર્યવાહી કેમ નહી ? ઉપરોકત અમારી રજુઆતને ધ્યાને લઈ ગુજરાત સહિત સમગ્ર ભારત દેશના યુવાનો તથા નાગરિકો પ્રત્યે થોડી પણ સંવેદના હોય, આવા પરિવારો બરબાદ ન થાય, આત્મહત્યા ન કરે તેવા એક માત્ર આશયથી ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનો પર પ્રતિબંધ લાદવા મુખ્યમંત્રીને લેખિતમાં માગ કરી છે




