DAHODGUJARAT

દાહોદ છાપરી ગામ નજીક પી.સી.સી ગ્રાઉન્ડ ખાતે રાજકીય રેલ્વે પોલીસ સ્ટેશનનો ૨૦૨૩-૨૪ માં પકડાયેલ ૪૯ ગુનાનો રૂ.૨ લાખ થી વધુનો વિદેશી દારૂનો નાશ કર્યો

તા.૧૫.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ છાપરી ગામ નજીક પી.સી.સી ગ્રાઉન્ડ ખાતે રાજકીય રેલ્વે પોલીસ સ્ટેશનનો ૨૦૨૩-૨૪ માં પકડાયેલ ૪૯ ગુનાનો રૂ.૨ લાખ થી વધુનો વિદેશી દારૂનો નાશ કર્યો

દાહોદના છાપરી ગામ નજીક પી.સી.સી.ગ્રાઉન્ડ ખાતે રેલવે રાજકીય પોલીસએ રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી પકડેલ પ્રોહી જથ્થનો નાશ દાહોદના છાપરી ગામના પી.સી.સી.ગ્રાઉન્ડ ખાતે રાજકીય રેલવે પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૨૩-૨૪ દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ૪૯ અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂનો સટ્ટો, જેને અંદાજે રૂપિયા ૨ લાખથી વધુની કિંમત ધરાવતો હતો, તેને નાશને ગાળે ઉતારવામાં આવ્યો.રેલ્વે ટ્રેનોમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો વારંવાર ઉપયોગ કરતા હોય છે. આવી પ્રવૃત્તિઓ સામે રેલ્વે પોલીસ દ્રઢ ઇરાદા સાથે સતત કાર્યવાહી કરી રહી છે. બુટલેગરો ટ્રેનોના મારફતે રાજ્યમાંથી રાજ્યમાં દારૂની હેરાફેરી કરવા પ્રયાસ કરે છે, પરંતુ રેલ્વે પોલીસની સચોટ સૂચનાઓ અને ચેકિંગના કારણે અનેક વખત દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે.જાહેરમાં દારૂનો નાશ કરીને રેલ્વે પોલીસ તંત્રએ કાયદાની કડક અમલવારીનો સંદેશ આપ્યો છે. તેમજ સમાજમાં નશામુક્તિ અને કાયદાનું મહત્વ ઉભું રાખવાનો પ્રયાસ કર્યો છે. આવા પગલાઓથી બુટલેગરોમાં ભયનું માહોલ સર્જાય તેવો તંત્રનો આશય છે.દાહોદ રેલ્વે પોલીસની આ કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે

Back to top button
error: Content is protected !!