
તા.૧૫.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:માઁ ભારતીની દિવસ-રાત સુરક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા દાહોદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી
આ તિરંગા યાત્રા દાહોદ શહેરના વિવિધ નિર્ધારિત સ્થાનો પર ફરી પરત નિર્ધારિત સ્થાને પહોંચી હતી દેશના વીર જવાનોના સન્માનમાં આજરોજ દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા દાહોદ શહેરમાં કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રા દાહોદ શહેરના એપીએમસી ગેટ નંબર ૧થી સાંજના પાંચ વાગ્યાના સમયે નીકળી હતી. આ તિરંગા યાત્રા દાહોદ શહેરના એપીએમસીથી નીકળી સરદાર ચોક (પડાવ), નગરપાલિકા, માણેક ચોક, બિરસા મુંડા સર્કલ, સ્વામી વિવેકાનંદ ચોક ખાતે સમાપન થઈ હતી. સ્વામી વિવેકાનંદ ચોક ખાતે માઁ ભારતીની આરતી કરવામાં આવી હતી જ્યાં માઁ ની આરતી કરવામાં આવી હતી અને ત્યા બાદ આ તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સંગઠનના માજી સૈનિકો, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, કાર્યકર્તાઓ તેમજ દાહોદ શહેરવાસીઓ મોટી સંખ્યામાં જાેડાયાં હતાં. અને ભારત માતા કી જય તેમજ જય જવાનના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું



