GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની દ્વારા મહિલા શૌચાલયનું રિનોવેશન કરી મહિલા સ્ટાફ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું

MORBI:મોરબી મહાનગરપાલિકાની દ્વારા મહિલા શૌચાલયનું રિનોવેશન કરી મહિલા સ્ટાફ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું

 

મોરબી મહાનગરપાલિકા તેની અખબારયાદીમાં જણાવે છે કે, મોરબી મહાનગરપાલિકા દ્વારા મહિલા સ્ટાફ માટે મહિલા શૌચાલયનું નવીનીકરણ (રિનોવેશન) કરવામાં આવ્યું છે. આ નવીન શૌચાલય સુવિધાનું લોકાર્પણ તા. ૧૫/૦૫/૨૦૨૫ના રોજ મોરબી મહાનગરપાલિકાના મહિલા સ્ટાફ દ્વારા રિબન કાપી કરવામાં આવ્યું. આ પ્રસંગે માન. કમિશ્નરશ્રી, માન. ડેપ્યુટી કમિશ્નરશ્રી તથા અન્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. મોરબી મહાનગરપાલિકા આગામી સમયમાં પણ મહિલા કર્મચારીઓ માટે વધુ સારી સુવિધાઓ આપવા માટે નિરંતર પ્રયાસ કરતું રહેશે.

Back to top button
error: Content is protected !!