DAHODGUJARAT

દાહોદ જીલ્લાના રેશનકાર્ડ ધારકોને મે મહિનામાં મે અને જૂન બન્ને મહિનાનો અનાજનો જથ્થો કરાશે વિતરણ

તા.૧૬.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જીલ્લાના રેશનકાર્ડ ધારકોને મે મહિનામાં મે અને જૂન બન્ને મહિનાનો અનાજનો જથ્થો કરાશે વિતરણ

જાહેર વિતણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો – ૨૦૧૩ હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બે પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતેથી સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજય સરકાર ધ્વારા મે- ૨૦૨૫ માસમાં મે માસના ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખનું વિતરણ કરવામાં આવશે.જિલ્લા પુરવઠા તંત્ર ધ્વારા જિલ્લાના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે- ૨૦૨૫ માસમાં મે અને જૂન માસનો અનાજનો જથ્થો સમયસર મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે. જે NFSA રેશનકાર્ડ ધારકોનું E-KYC બાકી છે. તે રેશનકાર્ડ ધારકો E-KYC કરાવતા સંલગ્ન મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરવઠા ધ્વારા એપ્રૂવ આપ્યાના ચૌવીસ કલાક બાદ સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે તેવું દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે

Back to top button
error: Content is protected !!