BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વરમાં આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લીધા બાદ યુવાન અને મંગેતરને બંધક બનાવી માર મારી જાનથી મારી નાખવાની કોશિષ કરવાના ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

સમીર પટેલ, ભરૂચ
બનાવની વિગતો અનુસાર મૂળ ગીર સોમનાથના જગતીયા ગામના રાજદીપ ભાઈ મકવાણા ખેત મજૂરી અને હીરા ધસવાનું કામ કરે છે. જેઓના પરિચય  ખેતમજૂરી  ચિત્રાસર ગામના રાજેશ ઉર્ફે રાજા ભાઈ બાબુભાઇ બામણીયા સાથે થઇ હતી. સુરત હીરા ઘસવા જતા ત્યાં પણ ઓળખાણને લઇ પરિચય વધ્યો હતો દરમિયાન રાજેશ ઉર્ફે રાજાભાઈએ આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી 7 લાખ રૂપિયાના વહીવટ કરવા જણાવ્યું હતું જે સાંભળી રાજદીપભાઈ મકવાણા નોકરી મળવાની વાતને લઇ 7 લાખ રૂપિયા આપ્યા હતા જો કે 2023માં રૂપિયા આપ્યા બાદ પણ નોકરી નહિ મળતા અંતે રૂપિયા પરત માંગવાની શરૂઆત કરી હતી જે બાદ ગલ્લા-તલ્લા કરી ઉડાઉ જવાબ આપી રહ્યો હતો. દરમિયાન ગત 22 માર્ચ ના રોજ વડોદરા નોકરી માટે બોલાવ્યો હતો. જ્યાં આર્મી કેમ્પ ઈ.એમ.ઈ સર્કલ પાસે તેને બેસાડી રાખ્યો હતો. જે બાદ તેને ભરૂચ ખાતે બોલાવતા તેની સાથે તેની મંગેતર મમતાબેનને સુરત કામ હોવાથી લઇને આવ્યો હતો. જેને લઇ વડોદરાથી ભરૂચ ખાતે આવ્યો હતો. જ્યાં જીપીએસ લોકેશન ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર તરફના છેડે બોલાવ્યો હતો. જ્યાં ખાણીપીણીની લારી પર રાજા ભાઈ મળ્યો હતો. અને તેની મંગેતરને લારી પર બેસાડી ગોલ્ડન બ્રિજ નીચે આર્મીના સાહેબ બેઠા છે ડ્રિન્ક કરી રહ્યા છે કહી નીચે લઇ ગયો હતો. જ્યાં અન્ય 3 ઈસમો બેઠા હતા જ્યાં તેની બાજુમાં બેસાડી રાખ્યો હતો. કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ કોઈના આવતા તે તેની મંગેતર પાસે જવાનું કહેતા જ તેને રોક્યો હતો તેમ છતાં જવાનો  પ્રયાસ કરતા જ રાજા જોડે રહેલ વિશાલ ગોસ્વામી અને અન્ય શીખ પાઘડી બાંધેલ  ઈસમ તેમજ એક ઈસમએ તેને પાછળથી પકડી લીધો હતો અને ગળું દબાવી તેના માથામાં લોખંડનો સળિયાના ફટકા મારી અધમૂઢો કરી દીધો હતો. લોહી લુહાણ હાલતમાં ત્યાંજ પડ્યો હતો. જે વચ્ચે મંગેતરનો ફોન આવતા જ સાહેબ જોડે વાત કરે છે કહી ફોન પણ પોતાની પાસે રાજા રાખી લીધો હતા. મોડે સુધી પરતના આવતા રાજદીપની મંગેતર મમતા ત્યાં આવતા જ તેનું પણ ગળું દબાવી દીધું હતું અને અર્ધ બેભાન થઇ ગઈ હતી. જે હોશમાં આવ્યા બાદ આખી રાત ઝાડી ઝાંખરામાં બધક બનાવી રાખ્યા હતા અને સવારે છોડ્યા બાદ પણ ભરૂચ સિવિલ સુધી રાજાભાઈ તેની પાછળ જ ગયો હતો.ત્યાં મકાનનું કામ કરતી વેળા ઈટ વાગી હોવાનું કહ્યું હતું અને જો પોલીસ કે અન્ય કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની  ધમકી આપી હતી. રાજદીપ મકવાણાને માથામાં 65 ટકા લેવા પડ્યા હતા જ્યાં સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી રાજાભાઈ આગળ પાછળ જ રહ્યો અને ડરાવતો રહ્યો હતો. જે બાદ બને પોતાના ધરે પરત ફર્યા હતા જ્યાં પરિવારને આખી વાત કહી તો તેઓ પણ ચોકી ઉઠ્યા હતા અને આ અંગે અંતે બી ડિવિઝન પોલીસ મથકે મારામારી અને બંધક બનાવી રાખ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી ગણતરીની દિવસોમાં અમરેલીના રાજેશ ઉર્ફે રાજાભાઈ બામણીયા અને તેના સાગરીત વિશાલ ગોસ્વામી ની ધરપકડ કરી હતી અને તમેને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા હજુ અન્ય 2 આરોપીની ધરપકડ બાકી છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.તે દરમિયાન પોલીસે વધુ ત્રણ આરોપી રાજેશ ઉર્ફે લંબુ પટેલ,સુજલ વિનોદ વસાવા તેમજ જસવિંદર સિંઘ દિગપાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!