MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વાંકાનેર હાઈવે પર હોટલના ધાબા માંથી મેફેડ્રોન પાઉડર જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબી વાંકાનેર હાઈવે પર હોટલના ધાબા માંથી મેફેડ્રોન પાઉડર જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ રામદેવ હોટેલ/ધાબામાંથી પોલીસે એક ઈસમને મેફેડ્રોન પાઉડર છ ગ્રામના જથ્થા સાથે ઝડપી લઈને ડ્રગ્સ, મોબાઈલ અને રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષની સામે આવેલ રામદેવ હોટેલમાં આરોપી કાનારામ બાબુલાલ ડારા નામનો ઇસમ મેફેડ્રોન પાવડર સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી અને આરોપી કાનારામ બાબુલાલ બિશ્નોઈ રહે હાલ મકનસર ધર્મમંગલ સોસાયટી તા. મોરબી મૂળ રહે રાજસ્થાન વાળાને ઝડપી લઈને છ ગ્રામ મેફેડ્રોન પાઉડર કીમત રૂ ૬૦ હજાર, બે મોબાઈલ કીમત રૂ ૨૦ હજાર, રોકડ રૂ ૩૯૪૦ અને બે ડીજીટલ વજનકાંટા કીમત રૂ ૬૦૦ સહીત કુલ રૂ ૮૪,૫૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય આરોપી રમેશ બિશ્નોઈ રહે રાજસ્થાન વાળાનું નામ ખુલતા આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!