કાલોલ તાલુકા પંચાયતના સ્થાનિક સભ્ય દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ જીલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજુઆત

તારીખ ૧૯/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામની ઉર્દુ પ્રાથમિક શાળા ના બે નવીન ઓરડા SS/SOE/PMS 1941 અંતર્ગત મલ્ટી લેવલ કલાસ રૂમ મંજુર થતા ઉર્દુ પ્રાથમિક શાળા ના નામે આવેલ ખુલ્લી જગ્યા માં સીટી સર્વે નંબર ૭૮૨માં બનાવવા તાલુકા પંચાયત સભ્ય સલીમ ભાઈ કઠીયા દ્વારા પોતાના લેટર પ્રેડ ઉપર જીલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજુઆત કરવામાં આવી છે કે વેજલપુર ગામે આવેલ સીટી સર્વે નંબર ૭૮૨માં નવીન ઓરડા બનાવવા અને સીટી સર્વે નંબર ૧૦૯૬ વાળી મિલકત વેજલપુર ઉર્દુ પ્રાથમિક શાળા ના નામે કરવા આવે તેવી માંગ કરવામાં આવી છે તથા સીટી સર્વે નંબર ૭૮૨ વાળી મિલકત જે હાલ ખુલ્લી હોય તે જગ્યા માં ઉર્દુ પ્રાથમિક શાળા ના બે ઓરડા નવીન મંજુર થયેલ હોય જે ખુલ્લી જગ્યામાં નવીન ઓરડાનું બાંધકામ કરવામાં આવે અને સદર મિલ્કત ની આજુ બાજુ કમ્પાઉન્ડ વોલ બનાવી સુરક્ષિત કરવા માટે વેજલપુર તાલુકા પંચાયત સભ્ય સલીમભાઈ કઠીયા દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી ગોધરા તેમજ તાલુકા વિકાસ અધિકારી ને પોતાના લેટર પ્રેડ ઉપર લેખિત રજૂઆત કરી છે તેમજ સીટી સર્વે નંબરો ની નકલો તેમજ લેન્ડ રેકર્ડ નકશા ની કોપી અને નવીન ઓરડા મંજુર થયેલ લેટર સાથે એટેચ કરી લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી છે કે વેજલપુર ઉર્દુ પ્રાથમિક શાળામાં ૧૧૦૦ થી ૧૨૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે તેને નજર સમક્ષ રાખી સરકાર શ્રી દ્વારા ઉર્દુશાળા વેજલપુર માટે ૨૦૨૪ – ૨૫ દરમિયાન આપની શાળામાં પેકેજ નંબર SS/SOE/PMS ૧૯૪૧ અંતર્ગત મંજૂર થયેલ છે જેથી વેજલપુર ગામે આવેલ સીટી સર્વે નંબર ૭૮૨ વાળી મિલકત માન્ય કલેકટર સાહેબ શ્રી એ ઉર્દુ પ્રાથમિક શાળા બનાવવા માટે ૨૫/૩/૧૯૮૧ ના રોજ નિમ કરેલ છે જે સીટી સર્વે ના રેકર્ડ માં પણ દર્શાવેલ છે તેમ છતાં આજદિન સુધી તે જગ્યા ખુલ્લી આવેલ છે જેથી મિલકત ની આજુબાજુ ના રહીશો સદર મિલકત માં ભવિષ્યમાં દબાણ કરે તેવો ખતરો લાગી રહયો હોવાથી તે જગ્યા માં નવીન ઓરડા બનાવી આજુબાજુ કમ્પાઉન્ડ વોલ બનાવી સુરક્ષિત કરવા તેમજ સીટી સર્વે નંબર ૧૦૯૬ વાળી સરકારી મિલકત ઉપર છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષ થી ઉર્દુ શાળા નું બાંધકામ થયેલ છે જેથી ૧૦૯૬ વાળી સરકારી મિલકત વેજલપુર ઉર્દુ પ્રાથમિક શાળાના નામે કરવા માંગ કરવામાં આવી છે અને વધુ માં જણાવેલ છે કે અમો અરજદારને સાથે રાખી યોગ્ય તથા કાયદેસરની કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે.






