
યોગેશ કાનાબાર રાજુલા
તથાસ્તુ વિધ્યાપીઠ લાઠી ખાતે યોજાયો કવિ સંમેલન અને ભજનનો વિશિષ્ટ કાર્યક્રમ.. –
પ.પુ. જીજ્ઞેશદાદા ‘રાધે રાધે ‘ની નિશ્રા મા કાર્યક્રમ નુ આયોજન. —
લાઠી તાલુકા અમરેલી હાઈવે પર ના તથાસ્તુ વિધ્યાપીઠ ખાતે ભાગવતાચાર્ય પ.પુ. જીજ્ઞેશદાદા ‘રાધે રાધે’ ની નિશ્રા મા પ્રેમ મંદિર સંકુલ મા સંત નિવાસ હોલ મા કવિ સંમેલન અને ભજનનો વિશિષ્ટ કાર્યક્રમ નુ આયોજન તા. 13/12/25 ને શનિવાર રાત્રે નવ કલાકે થયુ હતુ. બે સત્ર ના કાર્યક્રમ મા પ્રથમ સત્ર મા કવિઓ ની બેઠક મા શશિભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’ એ ‘આંગણે આવે છે શ્યામ’ અને “મને દ્વારકાના રાજ હવે ગમતા નથી’ જેવા તેમની પ્રચલીત ગીત રચનાઓ રજુ કરી ને શ્રોતાઓ ને મંત્ર મુગ્ધ કર્યા હતા. ગુજરાતના પ્રથમ હરોળ ના કવિશ્રી સ્નેહી પરમારે ‘સભા પાત્રતા’ ની સમગ્ર ગુજરાતમા પ્રસિધ્ધ થયેલી ગઝલ રજુ કરી ને ભાવકો ને ભાવ વિભોર કર્યા હતા. કવિ હરેશ વડાવીયા એ પણ તેમની રચનાઓ રજુ કરી ને પ્રેક્ષકો ને ડોલાવ્યા હતા. રમેશ પારેખ સાહિત્ય વર્તુળ ના પ્રમુખ કવિ હરજીવન દાફડાએ તેમની આગવી સ્ટાઇલમા રચનાઓ રજુ કરી હતી જેમા ‘હોવ આહીયા તો કેમ ત્યા આવુ,એક ના બે થવાય તેમ નથી’ ગઝલ સહીત રચનાઓ રજુ કરી હતી.કવિ સંમેલન નુ સંચાલન કવિશ્રી તુષારભાઈ વ્યાસે તેમની આગવી શૈલી મા શેર શાયરી ગઝલ અને મુક્તકો સાથે મહેફીલ નુ વાતાવરણ સર્જવામા સફળ રહ્યા હતા સાથે તેમની વિનોદ પુર્ણ વાકછટા થી દર્શકો હાસ્ય થી હળવા થયા હતા. કાર્યક્રમ ના બીજા દોર મા ગુજરાત ના સુપ્રસિધ્ધ ભજન આરાધકશ્રી જયદીપ સોની તથા તેમના સંગીત ગ્રુપ દ્વારા ભજન, ગઝલ, સુફી વાણી, તેમજ કબીર વાણી,અને ક્લાસિકલ ભજનો રજુ કરી ને શ્રોતાઓ ને રસ તરબોળ કર્યા હતા.કાર્યક્રમ ના અંત મા પ.પુ. જીજ્ઞેશ દાદાએ આશિર્વચન આપ્યા હતા દરેક કવિઓ ની રચનાઓ ને બીરદાવી હતી. ને ભજન આરાધક શ્રી જયદીપ સોની પર રાજીપો વ્યક્ત કર્યો હતો. સ્નેહી પરમાર તેમજ હરેશ વડાવીયાએ તેમના કાવ્યસંગ્રહ પુ. જીજ્ઞેશદાદા ને ભેટ આપ્યા હતા.
કાર્યક્રમ નુ સંકલન ભાર્ગવ ભાઈએ કર્યુ હતુ.હેમાંગભાઈ ટાંક સહીત સંસ્થાના સેવકોએ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.





