કાલોલ સુવર્ણ હોલમાં વલ્લભકુળ ની ઉપસ્થિતિ મા પુષ્ટિ બાલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

તારીખ ૧૯/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના સુવર્ણ હોલમાં રવિવારે સાંજે પુષ્ટિ બાલ ઉત્સવની ઉજવણી પ્રસંગે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ (મથુરા – કાલોલ – રાજકોટ) તથા પુ. પા. ગૌ ૧૦૮ ચી શ્રી ધ્વારકેશકુમાર મહોદય તેમજ ચી.પૂ.પા.નંદિતા બેટીજી એ પાવન હાજરી આપી. કાલોલ ગોવર્ધન નાથજી હવેલી ખાતે પુષ્ટિ સંસ્કાર એકેડમી ની શરૂઆત પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ દ્વારા વર્ષ ૨૦૨૨ મા કરવામાં આવી હતી જેમાં દર રવિવારે બાળકોને પુષ્ટિ માર્ગ નુ જ્ઞાન આપવામાં આવે છે બાળકો પોતાના ભણતર સાથે પોતાની સંસ્કૃતિનુ જ્ઞાન અને ધાર્મીક પુષ્ટિ સંસ્કાર મેળવે તદુપરાંત વિવિધ રમતો નુ પણ જ્ઞાન આપવામાં આવે છે. આજ રોજ એકેડમીના બાળકો દ્વારા વિવિધ પ્રકારના ગરબા કિર્તન અને નાટિકા દ્વારા શ્રી ઠાકોરજીની સેવા આચાર્ય મહાપ્રભુજી અને પુષ્ટિ માર્ગ વિશે ની કૃતિઓ રજૂ કરી હતી. પૂ શ્રીએ પોતાના પ્રવચનમાં વૈષ્ણવ હોવાનુ ગૌરવ વ્યક્ત કરવા અને વાડા બંધી માંથી બહાર નીકળી સંગઠિત થવા હાકલ કરી છે પુષ્ટિ સંસ્કાર એકેડમીના બાળકો ને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવી તેઓના વાલીઓને પણ આશીર્વાદ પાઠવ્યા હતા.








