MORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના ચાડધ્રા ગામે ખનીજ માફીયાઓ પર ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકી

 

Halvad:હળવદના ચાડધ્રા ગામે ખનીજ માફીયાઓ પર ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકી

 

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્રારા ચાડધ્રા નદી પટ્ટ વિસ્તાર, તા. હળવદ ખાતેથી સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન અને વહન કરવા બદલ રેડ કરી એક લોડર મશીન, એક ડમ્પર અને બે ટ્રેક્ટરો એમ કુલ રૂ. ૫૫ લાખના મુદામાલને અટક કેલ છે.

મોરબી ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના અન્વયે હળવદના ચાડધ્રા નદી પટ્ટ વિસ્તાર ખાતે રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ જી. મહેશ્વરી દ્વારા ચાડધ્રા નદી પટ્ટ વિસ્તાર, ખાતેથી આકસ્મિક રેડ કરી સ્થળ પર સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખનન કરતાં એક જોન ડિયર કંપનીનું લોડર કે જેમના માલિક મુકેશભાઇ ભરવાડ, રહે. ધનાળા ફાટક, તા. હળવદ છે અને ખાલી હાલતમાં એક ડમ્પર કે જેના રજી. નં – જીજે.૧૩. એડબલ્યુ.૭૨૩૪ છે કે જેમના માલિક મુકેશભાઇ ભરવાડ, રહે. ધનાળા ફાટક, તા. હળવદ છે અને એક ખાલી હાલતમાં બ્લૂ કલરનું સ્વરાજ ૭૩૫ એફઈ ટ્રેક્ટર કે જેમના માલિક ગેલાભાઈ રમેશભાઈ કવાડીયા, રહે. મયૂરનગર, તા. હળવદ છે અને એક ખાલી હાલતમાં બ્લૂ કલરનું સ્વરાજ ટ્રેક્ટર કે જેમના માલિક નીતિનભાઈ ધનજીભાઇ કોળી, રહે. દેવળીયા, તા. હળવદ છે. ઉપરોક્ત સાદી રેતી ખનીજ ના બિન અધિકૃત ખનન કરવા બદલ એક જોન ડિયર કંપની લોડર અને સાદી રેતી ખનીજના બિન અધિકૃત વહન કરવા બદલ એક ખાલી ડમ્પર અને બે ખાલી ટ્રેક્ટરોને સીઝ કરીને તાલુકા પોલીસ સ્ટેશન હળવદની કસ્ટડીમાં મૂકવામાં આવેલ છે.આ બાબતે ખનીજ ચોરી ની માપણી કરી આરોપીઓ વિરુધ્ધ ગુજરાત મીનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!