WAKANER:વાંકાનેર તાલુકા ભાજપ થકી મહિલાઓ દ્વારા સિંદૂર યાત્રા કાઢવામાં આવી.

WAKANER:વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતામાં મહિલાઓએ સૈનિકોના માન સન્માનમાં થાળીમાં સિંદૂર , દીવડો, ચોખા લઈને “ભારત માતાકી જય” ના નાદ સાથે યાત્રા કાઢવામાં આવેલ.
‘ઓપરેશન સિંદૂર’ને સફળતાપૂર્વક પાર પાડી ભારતીય સેનાએ આખી દુનિયામાં પોતાના શૌર્યનો ડંકો વગાડ્યો છે. સેનાના વીર જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવવા માટે વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઇ મકવાણા, તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ મૂંધવા, , તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભગવાનજીભાઇ મેર અને ભાજપ યુવા અગ્રણી er. સમીરભાઇ કુરેશી તથા બહોળી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.










