GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના આંબાવાડી તાલુકા શાળા ખાતે આર.આઇ.એમ.સી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી અંતર્ગત વેકેશન સેમિનાર સંપન્ન થયો.

 

 

MORBI:મોરબીના આંબાવાડી તાલુકા શાળા ખાતે આર.આઇ.એમ.સી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી અંતર્ગત વેકેશન સેમિનાર સંપન્ન થયો.

 

મોરબી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ ના માર્ગદર્શન અને પ્રેરણાથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી મોરબી અને બીઆરસી ભવન મોરબી દ્વારા આંબાવાડી સી.આર.સી ખાતે મોરબી તાલુકાઓની પ્રાથમિક શાળાઓના ધોરણ છ તથા સાતના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલેટ્રી સ્કૂલ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંતર્ગત વેકેશન સેમિનાર તા.૮/૫/૨૦૨૫ થી ૨૧/૦૫/૨૫ દરમિયાન યોજાયો.

આ સેમિનારમાં વિદ્યાર્થીઓને દરરોજ અલગ અલગ વિષયના નિષ્ણાત તજજ્ઞો દ્વારા ભાષા, ગણિત, બૌદ્ધિક સમજ, અને સામાન્ય જ્ઞાનના વિષયો અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવેલ.*
તેમજ દરરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા મુલાકાત લઈ પ્રેરણાત્મક માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવેલ.
*આ વર્ગમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ડિયન મિલેટ્રી સ્કૂલ અને સૈનિક સ્કૂલ ની શિક્ષણ વ્યવસ્થા , પ્રવેશ પરીક્ષા અને કારકિર્દી અંગે પ્રેઝન્ટેશન અને વિડીયો દ્વારા સરસ માર્ગદર્શન આપી પ્રેરણા અને પ્રોત્સાહન આપેલ.

વર્ગમાં અલગ અલગ દિવસોમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વોરા સાહેબ તેમજ મોરબી બી.આર.સી કોર્ડીનેટર શ્રી ચિરાગભાઈ સાહેબ દ્વારા મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન ને પ્રોત્સાહન આપેલ.
*આ વર્ગમાં ઇન્ડિયન આર્મી ના કર્નલ રેન્કના રિટાયર્ડ આર્મી મેન શ્રી સહદેવસિંહ ઝાલા દ્વારા મુલાકાત લઈ વિદ્યાર્થીઓને આર્મીની ટ્રેનિંગ અને આર્મીની સર્વિસ દરમિયાનના વિવિધ અનુભવો શેર કરી આર્મી માં કારકિર્દી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ. તેમજ તેમને પોતાની નોકરી દરમિયાન ઉપયોગ કરેલ વિવિધ ભારતીય લશ્કરના અસ્ત્ર શસ્ત્રનો વિડિયો ફોટોગ્રાફ દ્વારા પરિચય કરાવેલ.સમગ્ર સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને આદર્શ ડાયટ અંતર્ગત પૌષ્ટિક ભોજન અને નાસ્તા તથા કસરત વ્યાયામ વગેરે ની સમજ આપવા આવેલ. ઉદાહરણ સ્વરૂપ બાળકો ને દરરોજ વિવિધ ફ્રૂટ અને ડાયફ્રૂટ ડીસનો નાસ્તો કરાવવાં આવેલ.સેમિનારના અંતિમ દિવસે તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરની મોક ટેસ્ટ લેવામાં આવેલ. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. મોક ટેસ્ટ ની ઓએમઆર શીટ વિદ્યાર્થીઓની સામે જ સ્કેનિંગ ટેકનોલોજી સમજ આપી અને તેના ઉપયોગથી ત્વરિત પરિણામ મેળવી તમામ વિદ્યાર્થીઓને વ્યક્તિગત તેમને મેળવેલ ગુણ આધારે હવે પછીની તૈયારી અને અભ્યાસ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.


સેમિનાર સફળ બનાવવા માટે મોરબી તાલુકાના તમામ સીઆરસી કો-ઓર્ડીનેટર તથા તાલુકાના વિષય નિષ્ણાંત પ્રાથમિક શિક્ષકોઓએ યોગદાન આપેલ.સમગ્ર આયોજન અને સંકલન મોરબી બીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી ચિરાગભાઈ આદ્નોજા તથા આંબાવાડી સીઆરસી કો- ઓર્ડિનેટર શ્રી દેલવાડીયા બાબુલાલ અને આંબાવાડી શાળાના આચાર્ય મારવાણીયા મુકેશભાઈએ કરેલ.

Back to top button
error: Content is protected !!