કાલોલ એમજીવીસીએલ કચેરીમાં રાત્રી દરમ્યાન વીજ ફોલ્ટ ની સંખ્યાબંધ ફરિયાદો. કેટલાક ઘરોનાં વીજ ઉપકરણો ઉડયા.

તારીખ ૨૨/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મંગળવારે રાત્રિના નવ કલાકે કાલોલની વૈભવ લક્ષ્મી સોસાયટીમાં વીજ પુરવઠો બંધ થઈ જવા પામ્યો હતો ત્યારે એમજીવીસીએલનો સ્ટાફ મરામત કરવામાં લાગેલો હતો ત્યારે કાલોલ નગરની બીજી સોસાયટી માંથી પણ વીજ પુરવઠા બંધ થઈ જવાની ફરિયાદો ઉઠતા સંખ્યાબંધ નાગરિકો ફરિયાદ માટે ફોન કરતા હતા પણ ફરિયાદ ના ફોન સતત એન્ગેજ આવતા હતા.વીજ પુરવઠો બંધ થઈ જવાની ફરિયાદ લઇને સ્થાનિક લોકો એમજીવીસીએલ કચેરીમાં આવી પહોંચ્યા હતા. જ્યાં કચેરી સૂમસામ જોવા મળી હતી જેથી નાગરિકો વૈભવ લક્ષ્મી સોસાયટીમાં મેન્ટેનન્સ ચાલતું હતું ત્યાં આવી પહોંચ્યા હતા. કાલોલ ની ની શંકર નગર સોસાયટીમાં આવેલા એમજીવીસીએલના ડીપી ઉપર લોડ વધી જવાથી છેલ્લા દસ દિવસથી રાત્રિના સમયે લાઇટ બંધ થઈ જવાનું તેમ જ ડીમ થઈ જવાનો પ્રશ્ન ઊભો થયો છે. સ્થાનિકોએ આ બાબતે સંખ્યાબંધ નાગરિકોની સહી કરાવી લેખિતમાં અરજી પણ આપેલ છે તેમ છતાં પણ લોડ વધારવાનું અથવા તો આ ડીપી ઉપરની બીજી સોસાયટીને અલગ ડીપી આપવાનું કોઈ આયોજન કરવામાં આવતું નથી એના પરિણામે દ્વારકેશ નગર સોસાયટીના બે રહીશો ના એસી ઉડી જવા પામ્યા હતા.દ્વારકેશ નગર સોસાયટી ઉપરાંત સ્વામિનારાયણ સોસાયટી અને કસ્બા વિસ્તાર તથા કંચન નગર સોસાયટી તેમજ શ્રીનાથ સોસાયટીમાં અને દેલોલ ખાતે પણ લાઈટ બંધ થઈ જવાથી સંખ્યાબંધ રહીશો વૈભવ લક્ષ્મી સોસાયટી ખાતે એકત્ર થયા હતા જ્યાં મોડી રાત્રે 2:30 કલાકે ફોલ્ટ શોધવામાં એમજીવીસીએલ નો સ્ટાફ સફળ થયો હતો તે દરમ્યાન વીજ ધાંધિયા થી પરેશાન લોકો સાથે સ્ટાફ ઈનચાર્જ ને બોલાચાલી થઈ હતી.રાત્રે દરમ્યાન મેન્ટેનન્સ માટે ફક્ત ત્રણ ચાર કર્મચારીઓ જ રાખેલા છે સમગ્ર સબ ડિવિઝન મા રાત્રી દરમિયાન ફોલ્ટ થાય તો આટલો ઓછો સ્ટાફ કેવી રીતે પહોંચી શકે તે પણ મોટો પ્રશ્ન છે.





