ગુજરાત રાજ્ય બક્ષીપંચ મોરચાના હૃદય સમ્રાટ શ્રી મયંકભાઇ નાયક ની શ્રેષ્ઠ કામગીરી
અહેવાલ:- પ્રતિક ભોઈ
ગુજરાત રાજ્ય બક્ષીપંચ મોરચાના હૃદય સમ્રાટ
શ્રી મયંકભાઇ નાયક ની શ્રેષ્ઠ કામગીરી
સેવાકીય પ્રવૃતિઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા સાથે સરળ સ્વભાવ થી વાર્તાલાપ અને કાર્યકર્તા ઓ ના પ્રશ્નો નું ત્વરિત નિરાકરણ લાવી ગુજરાતના લાખો બીજેપી પાર્ટીના કાર્યકર્તા ઓ ને હૃદયમાં સ્થાન મેળવ્યું છે
તેવા પ્રજાવત્સલ ત્યાગ અને સમર્પણ નિષ્ઠા એટલે મયંક ભાઈ નાયક
“વાત સજ્જનતાની છે વાત સંસ્કારોની છે અને વાત વિશ્વાસની છે.”
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના વતની ભટ્ટ નિરંજનભાઈ મધુપ્રસાદ પોતાના પરિવાર સાથે વેકેશનમાં રજાઓ માણવા માટે નેપાળ ગયા હતા. પરંતુ આકસ્મિત રીતે એમનું નેપાળ માં અવસાન થયું હતું ત્યારે મેં પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયક સાહેબ ને ફોન કરીને માહિતી આપી ત્યારે સાહેબશ્રી દ્વારા નેપાળ સરકારને તાત્કાલિક સંપર્ક કરી જે સરકારી પ્રોસેસ હતી એ પૂરી કરીને નિરંજનભાઇનો દેહ પરત ભારતમાં એમના વતનમાં આવે એ રીતે ની વ્યવસ્થા કરી આપી હતી તે બદલ હું મયંકભાઇ સાહેબનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું