
તા.૩૧.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેર ખાતે ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે યોજાઇ રેલી
વિશ્વ તમાકુ નિષેધ દિવસની દર વર્ષે 31 મેના રોજ ઉજવણી કરવામાં આવે છે. આ રેલીનો હેતુ છે લોકોમાં તમાકુ અને તેના ઉત્પાદનોના આરોગ્ય પર થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવી અને તમાકુનું સેવન છોડવા માટે પ્રોત્સાહન આપવું. દર વર્ષે WHO એક ખાસ થીમ જાહેર કરે છે તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો પર્દાફાશ કરવો” પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા,માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત તથા એપેડેમીક મેડિકલ ઓફિસર ડૉ નયન જોષીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી દાહોદ અને ગાયત્રી પરિવાર દાહોદ, તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દાહોદના સયુંકત ઉપક્રમે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે મહારેલી યોજવામાં આવી. આ મહારેલીને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ ભગીરથ બામણીયા અને કપિલા દીદી તેમજ ગાયત્રી પરિવારના આગેવાનો દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ રેલીમા તમાકું અને ધુમ્રપાનથી થતા નુક્શાનના સૂત્રોચ્ચાર, બેનરો, હેંડ પેમ્પલેટ સાથે ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓ પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના સભ્યો અને આરોગ્ય કાર્યકર આ મહારેલીમાં જોડાયા હતા




