GUJARATMORBIMORBI CITY / TALUKO

GUJRAT – ગુજરાત સરકારના વેકેશન પરિપત્રનો ઉલાળીયો કરી અમુક ખાનગી શાળાઓ ખુલી ગઈ અમુક સોમવારે ખુલશે !!!

 

GUJRAT – ગુજરાત સરકારના વેકેશન પરિપત્રનો ઉલાળીયો કરી અમુક ખાનગી શાળાઓ ખુલી ગઈ અમુક સોમવારે ખુલશે !!!

 

ખાનગી શાળાઓ એ વેકેશન વહેલું પૂરું કર્યું જ્યારે શિક્ષણ વિભાગ હજી વેકેશન પર !!!

ગુજરાતની અંદર શિક્ષણ એ સેવા નહીં પણ વ્યવસાય બની ગયું છે ત્યારે ખાનગી શાળાઓ રાજકીય વગના ઓથ તળે પોતાની મનમાની ચલાવી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અત્યાર સુધી પરેશાન કરતા હતા હવે ગુજરાત સરકારનો વારો આવ્યો છે… દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડવામાં આવતું હોય છે જેમાં આવતી જાહેર રજાઓ તેમજ શૈક્ષણિક દિવસો ની સાથે સાથે વેકેશનનો પણ સમાવેશ થતો હોય છે અને સરકાર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી હોય છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેર રજાઓ પર વિદ્યાર્થીઓને કોઈપણ સંજોગોએ શાળાએ બોલાવવા નહીં તેમ છતાં ખાનગી શાળાઓ પોતાની મનમાની ચલાવી રહી હોય છે ગત વર્ષે પણ ઘણી બધી શાળાઓએ વેકેશન પહેલા જ પોતાની શાળાઓ ખોલી દીધેલ હતી ત્યારે મોરબી ખાતે છેલ્લા છ દિવસથી એકલ દોકલ ખાનગી શાળા ધોરણ 10, 11, અને 12 નું શૈક્ષણિક કાર્ય શરૂ કરી દીધું છે ત્યારે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ મોરબી પત્રકાર મિત્રોને એક વાલી દ્વારા ખાનગી પત્ર પાઠવવામાં આવેલ જેમાં જણાવવામાં આવેલ કે…

પ્રતિ,જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, મોરબી

સવિનય જણાવવાનું કે આપણા શહેર માં આવેલી ઘણી શાળાઓ વેકેશન દરમિયાન ચાલુ કરવામા આવી છે. અમારે અમારા બાળકો સાથે વેકેશન દરમિયાન વતનમાં જવાનું હોય છે. શાળા ચાલુ થતા શાળાએ થી સતત હાજર રહેવા ફોન આવે છે અને અમારા બાળકો નો અભ્યાસ પણ બગડે છે.એવું પણ કહેવામાં આવે છે કે જો હાજર નહીં રહો તો સ્કૉલરશિપ બંધ થઈ જશે.વહેલા સર યોગ્ય કરવાની વિનંતી નહિતર અમારે વાલી મંડળે કોર્ટ કેસ કરવાની ફરજ પડશે.
નકલ રવાના
1) મુખ્યમંત્રી કાર્યાલય
2) શિક્ષણમંત્રી, ગુજરાત
3) તમામ પ્રેસ મિડિયા

જેની જાણ મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ ને કરતા લોકોને મળતા જવાબની જેમ હા અમે તપાસ કરશું… અને જ્યારે પૂછવામાં આવેલ કે આપને જાણ થયા બાદ કોઈ સ્કૂલની તપાસ કરી ? કે આપના દ્વારા વેકેશનમાં શાળાઓની અચાનક મુલાકાત લેવામાં આવે છે કે નહીં તો જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા જવાબ હતો “ના” તો સવાલ એ ઉભો થાય છે કે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનું ખરેખર કામ શું હોય છે ?
ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક પરિપત્ર જે જાહેર કરવામાં આવતા હોય છે. તેની અમલવારી કરાવવાની સંપૂર્ણ જવાબદારી જેતે શિક્ષણ વિભાગની હોય છે. તેમ છતાં મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ હજુ સુધી વેકેશનમાંથી આવ્યું ન હોય તેવું દેખાઈ રહ્યું છે.

અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સોમવારથી બીજી અન્ય શાળાઓ પણ શરૂ થવા જઈ રહી છે તો હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત સરકારના પરિપત્રની અમલવારી મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ કરાવી શકે છે કે પછી તેઓની પણ મુક સંમતિ સાથે ગુજરાત સરકારના પરિપત્રના લીરેલીરા થતા જોવા મળશે.

Back to top button
error: Content is protected !!