
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ઇસરી અને મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલ બાઈકો ના આરોપીઓ ઝડપાયા,LCB એ 3 બાઇક સાથે 2 કિશોર સહિત 1 આરોપી ઝડપી પાડ્યો
આજથી પાંચ એક મહિના પહેલા મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારના બસ સ્ટેન્ડ વિસ્તાર માંથી ખુલ્લી જગ્યામાંથી હીરો સ્પ્લેન્ડર તેમજ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક મહિના પહેલા રાજગોર ગામે થી ચોરી કરેલ તેમજ અન્ય એક બાઇક હોરી ચકલા (પંચાલ) ગામેથી ચોરી કરેલ તે અંગે મેઘરજ તેમજ ઇસરી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હા નોંધાયેલ અને ચોરાયેલ વાહનો ને શોધી કાઢવા કવાયત હાથ ધરતા અરવલ્લી જિલ્લા LCB પોલીસ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોઈ બાતમીને આધારે રાજગોર ગામના શૈલેષભાઈ વિશ્રામ ભાઈ તેમજ અન્ય બે ઇસમો બાઇક લઈને આવનાર હોવાની ચોકસ બાતમીને લઈ રેલ્લાવાડા ગામ તરફથી ઝેરીયાવાડા વાવકંપા થઈ મોડાસા તરફ આવતા હોવાની માહિતને લઈ નાકાબંધી કરતા ત્રણ લોકો બાઇક સાથે ઝેરીયાવાડા ગામે પાસે આવતા અરવલ્લી જિલ્લા LCB પોલીસે નંબર પ્લેટ વગરની ત્રણે મોટર સાઈકલો ઉભી રાખતા પૂછ પરછ કરતા ત્રણે બાઇકો ચોરી કરેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી આમ ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ બાઇક ચોરીનાં 2 ગુન્હા તેમજ મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ બાઇક ચોરીનો 1 ગુન્હા નો ભેદ ઉકેલવામાં જિલ્લા LCB પોલીસ ને સફળતા હાથ લાગી હતી આમ અરવલ્લી જિલ્લા LCB એ ત્રણ બાઈક સાથે એક આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર સાથે ચોરીનો ભેદ ઉકેલ પાડ્યો હતો






