Dahodદાહોદ તાલુકાના જેકોટ ગામમાં રેલ્વેસ્ટેશન પર એક બિન વારસી આશરે 70 વર્ષીય વૃદ્ધ મહિલાને 181 અભયમ ટીમ દાહોદ મદદે
દાહોદ તાલુકાના જેકોટ ગામમાં રેલ્વેસ્ટેશન પર એક બિન વારસી આશરે 70 વર્ષીય વૃદ્ધ મહિલા જોવા મળતા રેલવે કર્મચારીએ આ પીડિતાની મદદ માટે અભયમ મહિલા હેલ્પલાઇન 181 પર ફોન કરતા 181 અભયમ ટીમ દાહોદ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પીડિતા જોડે વાત કરતા કોઈ ચોક્કસ માહિતી આપતા ન હતા જેથી રેલવે કર્મચારીઓને પૂછતા તેઓએ જણાવેલ કે 10 દિવસથી અહીંયા બેસી રહે છે અને કદાચ પીડિતાનું પરિવાર મળી રહે માટે ટીમ દ્વારા ત્યાં રહેતા સ્થાનિક લોકોને પણ પૂછતા તેઓએ પણ જણાવેલ કે તેઓ અહીં રેલ્વેસ્ટેશન પર દશ દિવસથી બેસી રહે છે જેથી આ બા ને સાંત્વના આપી વિશ્વાસ કરાવેલ કે તેઓને ઘર સુધી પહોંચાડે જેથી તેઓએ માહિતી આપેલ કે તેઓનું કોઈ નથી અને પોતાના પિયરની થોડા અંશે માહિતી આપેલ હોય અને હાલ ba અસ્વસ્થ હોય જેથી તેઓને સ્વસ્થ થવા માટે અને મધ્ય પ્રદેશની માહિતી આપેલ જેથી તેઓને આશ્રય ની જરૂર જણાતા 181 અભયમ ટીમ દ્વારા દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકેલ છે