KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશનમાં પીઆઇ આરડી ભરવાડ ની અધ્યક્ષતામાં બકરી ઈદ પહેલા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું

 

તારીખ ૦૫/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારોમાંનો એક બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા)નો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે બલિદાન અને ત્યાગના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આવનાર ૭ તારીખના રોજ બકરી ઈદ (ઇદ ઉલ અઝહા) ની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય કોઈ અનિચ્છનીય બનાવ બને નહી તેવી અપીલ કરી કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ ની અધ્યક્ષતામાં તેમજ પીએસઆઈ પી કે ક્રિશ્ચયન ની ઉપસ્થિત વચ્ચે પોલીસ મથક ખાતે શાંતી સમિતિની બેઠક યોજાઈ જેમા કાલોલ નગર પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા તેમજ કોર્પોરેટરો ગોપાલભાઈ પંચાલ, હરિકૃષ્ણ પટેલ, યુવરાજસિંહ રાઠોડ, રઝઝાકભાઈ બેલીમ(અલ્તુ ), સલામભાઈ કોશિયા તેમજ બન્ને કોમના અગ્રણીઓ રફીકભાઈ ચૌધરી, રઝાકભાઇ જાડા, અમીરૂદ્દીન શેખ,ભાજપ શહેર લઘુમતી મોરચાના ઈકબાલશા દિવાન,બોરુ ગામના માજી સરપંચ શકીલભાઇ બેલીમ હાજર રહ્યા હતા.પીઆઇ આર ડી ભરવાડ દ્વારા મુસ્લીમ સમાજને ઇદ મુબારક પાઠવી હતી બન્ને સમાજના આગેવાનોએ શાંતિ પૂર્ણ વાતાવરણ મા ઉજવણી કરવા ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!