
તા.૦૬.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના રળિયાતી ગામે સાંગા ફળિયામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળાના રળિયાતી સબ સેન્ટરના સાંગા ફળિયા ખાતે મુખ્ય જિલ્લા અધિકારી
ડૉ.ઉદય ટીલાવટની સૂચના અને ડી.ટી.એચ.ઓ.ડૉ.આર.ડી.પહાડિયાના માર્ગદર્શન અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભગીરથ બામણીયાના સહયોગથી ઇન્ટીગ્રેટેડ હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ આઈ.સી.ટી.સી. તેમજ ટી.આઈ. પ્રોજેક્ટ અંતર્ગત કેમ્પ કરવામાં આવ્યો હતો સર્વરોગ નિદાન કેમ્પનો સાંગા ફળિયાના તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ લાભ લીધો. હતો કેમ્પમાં નાની મોટી ઉંમરના 110 માણસો હાજર રહ્યા જેમાં 87 HIV ટેસ્ટ હિપેટાઈટિસ, સીફીલીસ, હર્પીસ વાયરસ સિકલસેલ, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી હિપેટાઈટિસ 2 પોઝિટિવ, સીકલસેલ 5, હાઈરિસ્ક ગ્રુપના 15 ,ડાયાબીટીસ 6 અને બ્લડ પ્રેસરના 9 દર્દીઓ તેમજ HRG 10 જોવા મળ્યા હતા. સાથે સાથે NFSA અંતર્ગત PMJAY કાર્ડની કામગીરી આભાની કામગીરી ફળિયાની અંદર એન. ટી. લાર્વલની કામગીરી કરવામાં આવી હતી . આ કેમ્પમાં ડાપકુનો તમામ સ્ટાફ, ટી આઈ પ્રોજેક્ટ નો સ્ટાફ તથા નગરાળા પ્રાથિમક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડૉ. વિનોદ ડિંડોડ, FHW, MPHW, CHO, RBSK ટીમ તથા આશા બહેનો હાજર રહ્યા હતા




