અંબાજી સહિત દાંતા તાલુકામાં 10 સંપૂર્ણ ગ્રામ પંચાયત અને 29 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીઓ,મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે ઉમેદવારો નિરુત્સાહી જોવા મળી રહ્યા છે

7 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
અંબાજી સહિત દાંતા તાલુકામાં 10 સંપૂર્ણ ગ્રામ પંચાયત અને 29 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીઓ યોજાશે જેનું આગામી 22 જૂને મતદાન થનાર છે ત્યારે દાંતા મામલતદાર કચેરીએ સરપંચ અને વોર્ડના સભ્યો માટેના ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળી રહે છે જોકે આ વખતે ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાનાર છે ને અંબાજી ગ્રામ પંચાયતમાં આઠ વર્ષ બાદ ચૂંટણી આવી રહી છે તેને લઈ ચૂંટણી પર્વને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે ઉમેદવારો નિરુત્સાહી જોવા મળી રહ્યા છે જોકે હમણાં સુધીમાં કુલ આઠ સરપંચ માટેના અને વોર્ડ માટે 36 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા છે જ્યારે સેન્બલપાણી અને ભચડિયા ગ્રામ પંચાયતમાં એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયેલ નથી જે જોતા ઉમેદવારી ભરાવાની છેલ્લી તારીખ 9 જુને સોમવારના રોજ બે થી ત્રણ પંચાયતો સમરસ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે અંબાજીની વાત કરીએ તો જ્યાં સરપંચની ઉમેદવારી માટે અગાઉ 12 થી 15 ઉમેદવારો ચૂંટણી લડતા હતા તેના બદલે આ વખતે હજી સુધી માત્ર ત્રણ જ ઉમેદવારી પત્રો ભરાય છે જ્યારે 18 વોર્ડમાં કુલ 34 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા છે જેમાં વોર્ડ નંબર 18 અને વોર્ડ નંબર 5 માં એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયેલ નથી તારીખ 9 જૂન સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો આખરી દિવસ હોવાથી તે દિવસે વધુ ફોર્મ ભરાવાની શક્યતાઓ સેવાઈ રહે છે અને જે સમરસ થવાની છે તે પણ સોમવારે બપોરના ત્રણ વાગ્યા પછી જાહેર થાય તેવું લાગી રહ્યું છે
અમે આ વખતે બેલેટ પેપરથી મતદાન થવાનું હોય મતદારોએ સાવચેતી રાખવાની પણ જરૂરિયાત જે ડી રાવલ તાલુકા વિકાસ અધિકારી દાંતા જણાવી રહી છે
અંબાજી ગ્રામ પંચાયત માટે હમણાં સુધી સરપંચ માટે 3 ફોર્મ, વોર્ડ નં 1 માં 3ફોર્મ
વોર્ડ નં 2 માં 1 ફોર્મ
વોર્ડ નં 3 માં 2 ફોર્મ
વોર્ડ નં 4 માં 3 ફોર્મ
વોર્ડ નં 5 માં એકપણ નહીં
વોર્ડ નં 6 માં 2 ફોર્મ
વોર્ડ નં 7 માં 2 ફોર્મ
વોર્ડ નં 8 માં 2 ફોર્મ
વોર્ડ નં 9 માં 3 ફોર્મ
વોર્ડ નં 10 માં 2 , વોર્ડ નં 11 માં 1 ,વોર્ડ 12 માં 1, વોર્ડ 13 માં 3, વોર્ડ નં 14 માં 3 , વોર્ડ નં,15 માં 1 વોર્ડ નં 16 માં 4, વોર્ડ નં 17 માં 1 અને વોર્ડ નં 18 માં 1 ફોર્મ ભરાયેલ છે








