GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના સમા પાસે દેવ છોટિયા મહારાજ મંદિરનો ૧૫ મોં પાટોત્સવ નિમિતે ત્રણ દિવસીય શ્રી વિષ્ણુયાગ નુ આયોજન.

 

તારીખ ૧૨/૦૬/૨૯૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સમા ગામ નજીક નર્મદા કેનાલ પાસે આવેલ દેવ છોટિયા મહારાજ મંદિર ના ૧૫ માં પાટોત્સવ નિમિત્તે ત્રણ દિવસીય શ્રી વિષ્ણુયાગ નુ આયોજન કરવામાં આવ્યું છે દરરોજ સાજે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વર્ણીરાજ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.સર્વ દેવ ની પૂજા,શ્રી મહા વિષ્ણુ રાજોપચાર પૂજા અને શ્રી પુરૂષસુકત હવન કર્મ યોજાયો. છત્રીસ પરગણા રાજપૂત સમાજના પ્રમુખ અને કાલોલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા અને તેમના પત્ની અને પરીવાર જનો એ યજ્ઞ વિધિમાં ભાગ લીધો હતો શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ વિધી સંપન્ન થઈ હતી. યજ્ઞ વિધિમાં ભકતજનો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!